સુરતમાં કૃત્રિમ તળાવને બદલે કાયમી ઉપયોગમાં આવે તેવા વોટરપ્લાઝા બનાવાશે


5500
ચો.મી વિસ્તારમાં બનશેઃ રેઇન વોટર હાર્વેસ્ટીંગ, અર્બન ફ્લડીંગ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જીગ
સાથે મનોરંજન માટે પણ ઉપયોગી બનશે

સુરત,

ગણેશ ઉત્સવ, દશામા, છઠ પુજા જેવા
ધાર્મિક કાર્યક્રમ માટે પ્રતિમા  વિસર્જન માટે
કૃત્રિમ તળાવ બનાવે છે તેનો વિકલ્પ માટે પાલિકા વોટર પ્લાઝાનો કન્સેપ્ટ અપનાવવા જઈ
રહી છે. પહેલાં કતારગામ ઝોનમાં વોટર પ્લાઝા માટે આયોજન કરવામાં આવ્યું છે.

ક્લાઈમેટ ચેન્જ અને સીટી રીઝીલઅન્સના
ભાગરૃપે સુરત મ્યુનિ.એ ઈન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશનના સહયોગથી ખેલ કુંડનો બહુહેતુ પ્રોજેક્ટ
તૈયાર કર્યો છે. સુરતમાં કતારગામ ઝોનમાં 5500 ચોરસમીટર વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટરૃપે
વોટર પ્લાઝા માટે આજે પ્રેઝન્ટેશન થયું હતું. ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ
કરવા સાથે તેના શુધ્ધિકરણ અને આજુબાજુના વિસ્તારમાંથી રૃફટોપ વરસાદી પાણીનો સંગ્રહ
અને સિંચન કરાશે. જેથી ભુગર્ભજળની ગુણવત્તામાં પણ સુધારો થશે સાથે સાથે અર્બન ફ્લડીંગની
સમસ્યાથી પણ છુટકારો મળશે.

<

p class=”12News” style=”text-align:justify;”>ચોમાસા સિવાયની બીજી ઋતુમાં વોટર
પ્લાઝાનો અનેક વિધ ઉપયોગ કરાશે આ જગ્યા પીપીપી ધોરણે લોકોના મનોરંજન માટે ભાડે અપાશે.
અથવા રમત ગમત અને સામાજિક પ્રવૃત્તિ માટે પણ ઉપયોગ કરાશે. આ વોટર પ્લાઝાના કારણે કૃત્રિમ
તળાવનો ખર્ચ અટકશે અને પાલિકાની આવકનો  સ્ત્રોત
પણ વધી શકે છે.  ગણેશ વિસર્જન, દશામા વિસર્જન,
છઠ પુજા જેવા ધાર્મિક કાર્યક્રમના વિસર્જન માટે વોટર પ્લાઝા ઉપયોગમાં આવશે. જેથી દર
વર્ષે કૃત્રિમ તળાવો પાછળ થતો રૃા.4 કરોડનો ખર્ચ બની જશે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય
તો અન્ય ઝોનમાં પણ વોટર પ્લાઝા બનાવવા માટે આયોજન કરવામા આવશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s