રૃા.370 નું વોટર હીટર બદલી ન આપનાર કંપની-ડિલરને વળતરનો હુકમ



સુરત

હાલાકી-અરજીખર્ચ પેટે રૃા.4 હજાર ચૂકવવા હુકમઃ વસ્તુની કિંમત ભલે ઓછી હોય ગ્રાહક હિત માટે જાગૃત હોવો જોઇએઃ કોર્ટ

વોરંટી
પીરીયડમાં ખામીયુક્ત વોટર હીટર રિપેરીંગ કે રિપ્લેસ કરવાને બદલે ઠાગાઠૈયા કરનાર
ઉત્પાદક કંપની
, ડીલરને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એ.એમ.દવે તથા સભ્ય
રૃપલબેન બારોટે વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત વોટર હીટરની કિંમત પેટે રૃા.370 તથા
અરજી
, હાલાકી બદલ રૃ.4 હજાર ચુકવવા હુકમ કર્યો છે.

સુરત કોર્ટમાં
ન્યાયિક ફરજ બજાવતા ફરિયાદી કર્મચારીએ તા.19-9-2018 ના રોજ સોનીપત હરિયાણા સ્થિત વોરમેક્ષ
હોમ એપ્લાયન્સ પ્રા.લિ.દ્વારા ઉત્પાદિત 100 વોટની ક્ષમતાવાળુ વોટર હીટર નાનપુરા સ્થિત
સ્ટીલ એન્ડ ગિફ્ટ સેન્ટરમાંથી રૃ.370 ની કિંમત ચુકવી ખરીદ્યું હતુ.જે વોટર હીટર એક વર્ષના
વોરંટી પીરીયડમાં બગડી જાય તો રિપેર ન થાય તો રિપ્લેસ કરવા અંગે ડીલરે બાંહેધરી આપી
હતી. વોરંટી પીરીયડમાં હીટર બગડતા  દિલ્હીગેટ
સ્થિત આનંદ એજન્સીમાં રિપેર માટે લઇ ગયા હતા. પણ રીપેરીંગ કે રીપ્લેસ કરી આપવામાં ઠાગાઠૈયા
કરાતા કુ.મોના કપુર મારફતે ઉત્પાદક કંપની
,ડીલર તથા સર્વિસ સેન્ટરના સંચાલક વિરુધ્ધ ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી. ગ્રાહક
કોર્ટની નોટિસ છતા કંપની
, ડિલર કે સર્વિસ સેન્ટરના સંચાલક હાજર
રહ્યા નહોતા. જેથી ફરિયાદપક્ષે રજુ કરેલા બીલ પુરાવા તથા કાનુની જોગવાઈને લક્ષમાં લઈ
ગ્રાહક કોર્ટે માત્ર રૃ.370ની કિંમતના વોટર હીટર વોરંટી પીરીયડમાં રિપેરીંગ કે રિપ્લેશ
નહીં કરવા બદલ ફરિયાદીને અરજી તારીખથી વ્યાજ વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s