બહારગામના વેપારઓને ફિનિશ્ડ કાપડમાં લાંબી ઉધારી અપાશે નહી

 -અગાઉ 60થી 200 દિવસની ઉધારી અપાતી હતીઃ કોરોના ફરી માથુ ઊંચકે તો પેમન્ટ ફસાઇ નહી જાય
તે પણ નિર્ણય લેવા પાછળનો એક હેતુ

 સુરત,      

પ્રોસેસિંગ
ઇન્ડસ્ટ્રીઝ જોબચાર્જમાં વધારો કરવાનો નિર્ણય કર્યા પછી વેપારીઆલમ માટે કફોડી
સ્થિતિ ઊભી તો થઈ છે. પરંતુ તેનો સામનો કરવા માટે હવે વેપારીઓએ ફિનિશ્ડમાં લાંબી
ઉધારી નહિ આપવાનો અમલ શરૃ કરી દીધો છે.

જોબખર્ચમાં
વધારો કરવાની સાથોસાથ પેમેન્ટ
15 દિવસ (5 ટકા વટાવ)માં ચૂકવવાની સુચના પ્રોસેસર
તરફથી આવી હોવાથી
, કાપડ બજારનાં વેપારીઓએ પણ હવે રોકડેથી
કામકાજ કરવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. વેપારીઓને ખુદને જ્યારે લાંબી ઉતારી મળતી
નહીં હોય
, ત્યારે બહારગામના વેપારીઓને પણ ઉધાર માલ આપવાનું
જોખમ ખેડવા તૈયાર નથી.

જીએસટીનો
અમલ શરૃ થયાં પછી વેપારની પદ્ધતિમાં પહેલાં કરતાં ખુબ જ બદલાવ આવ્યો છે. ધીમે-ધીમે
ઉધારી ઓછી થવા માંડી છે. વિવર્સ-કારખાનેદારો પણ અત્યારે ગ્રે માટે દિવાળી પહેલાં
રોકડ પેમેન્ટનો આગ્રહ રાખતાં હોવાથી
,
વેપારીઓ પણ બહારગામના વેપારીઓને નવાં ધારા-ધોરણ મુજબ કામ કરવા માટે
જણાવી રહ્યાં છે.

<

p class=”12News0″>પ્રોસેસર્સ
વેપારીઓને
60 થી 75 દિવસની ઉધારીમાં માલ આપતાં હતાં. રા-મટિરિયલ
અને કોલસા ક્રાઇસીસને કારણે
, ધારાધોરણ બદલાયાં હોય અને ઉધારી
હવે ઘટીને
5 ટકાને કારણે 15 દિવસ થઇ ગઇ
હોવાથી
, વેપારીઓએ પણ વેપાર કામકાજમાં બદલાવ શરૃ કરી દીધો
છે.  લાંબી ઉધારીમાં કાપ મૂકાવા મુકવા
પાછળનું કારણ બીજું એ છે કે
, દિવાળીના તહેવાર પછી કોરોના ફરી
માથું ઊંચકે તો પેમેન્ટ અટવાઈ શકે એમ છે. કાપડ બજારના વેપારીઓ બહારગામના વેપારીઓ
સાથેના ધંધાકીય સંબંધોને ધ્યાનમાં લઈને
60 દિવસથી લઈને 200 દિવસ સુધીની ઉધારી આપતાં આવ્યા હતાં, એમ માર્કેટના
યુવા વેપારી પુનિત ખેમકાએ કહ્યું હતું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s