પાલમાં લેડીઝ કુર્તીના ધંધાની આડમાં ટી-20 પર સટ્ટો રમાડતા ઝડપાયો


– શ્રીલંકા-ઓમાન મેચ માટે અમિત ખખ્ખરે જેની પાસેથી આઈડી લીધી હતી તે વરાછાનો રાજુ પટેલ વોન્ટેડ

સુરત, : સુરતના પાલ ગેલેક્ષી સર્કલ નજીક રાજરતન એન્કલેવના એક ફ્લેટમાં પીસીબીએ છાપો મારી શ્રીલંકા અને ઓમાન વચ્ચેની 20-20 મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા યુવાનને ઝડપી લીધો હતો. છેલ્લા બે વર્ષથી લેડીઝ કુર્તીના ધંધાની આડમાં સટ્ટો રમાડતા યુવાને જેની પાસેથી આઈડી લીધી હતી તેને વોન્ટેડ પીસીબીએ વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પીસીબીએ ગત શનિવારે મોડીરાત્રે અડાજણ પાલ ગેલેક્ષી સર્કલ સંસ્કૃતિ ટાઉનશીપ પાસે રાજરતન એન્કલેવના ત્રીજા માળે ફ્લેટ નં.સી/204 માં રહેતા અમિત ચંદુભાઇ ખખ્ખર ( ઉ.વ.31, મુળ રહે.ભુરખીયા હનુમાન ગામ, તા.લાઠી, જી.અમરેલી ) ને શ્રીલંકા અને ઓમાન વચ્ચેની 20-20 મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપી લીધો હતો. પીસીબીએ તેની પાસેથી જુગારના રોકડા રૂ.23,950, રૂ.18,500 ની કિંમતના 9 મોબાઈલ ફોન, લેપટોપ, એલઈડી ટીવી, અન્ય સાધન સામગ્રી અને સાંકેતીક ભાષા તથા આંકડામાં લખેલ ચાર કાગળો મળી કુલ રૂ.69,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અમિત વરાછાના રાજુ પટેલ પાસેથી ક્લાઈન્ટ આઈડી મેળવી અન્ય ગ્રાહકોની સાથે ભેગા મળી અલગ અલગ મોબાઇલ ફોનો દ્વારા તેમનો ટેલીફોનીકે સંપર્ક સાધી ઓનલાઈન સટ્ટો રમાડતો હતો.અમિત લેડીઝ કુર્તીનો વેપાર કરે છે. જોકે, આ ધંધાની જ આડમાં તે છેલ્લા બે વર્ષથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો પણ રમાડતો હતો. પીસીબીએ તેના વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તેને આઈડી આપનાર વરાછાના રાજુ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s