જામનગરના 16 વર્ષના ટાબરીયાએ વરાછાની પરિણીતાનું FB એકાઉન્ટ હેક કર્યું

– પાસવર્ડ તરીકે મોબાઈલ નંબર રાખવાનું ભારે પડયું

– તું સ્ટોરીમાં બિભત્સ ફોટો કેમ મૂકે છે ? એમ પતિએ પૂછતાં પરિણીતાને જાણ થઈ : ટીનએજરે મોર્ફ કરેલા પરિણીતાના ફોટા અપલોડ કર્યા હતા

સુરત, : સુરતના વરાછા વિસ્તારની 38 વર્ષની પરિણીતાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેનો ફોટો મોર્ફ કરી બિભત્સ ફોટો મુકનાર જામનગરના તરુણની સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી અટકાયત કરી છે. પરિણીતાએ તેના ફેસબુક એકાઉન્ટમાં પાસવર્ડ તરીકે પોતાનો મોબાઈલ નંબર રાખ્યો હતો અને મોબાઈલ નંબર એકાઉન્ટની વિગતોમાં પણ હતો. તેથી તરુણે ટીખળ કરવા મોબાઈલ નંબર પાસવર્ડમાં નાંખતા એકાઉન્ટ સરળતાથી ખુલતા હેક કરી ફોટો મોર્ફ કરી બિભત્સ ફોટો પોસ્ટ કર્યો હતો.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય પરિણીતા મેઘના ( નામ બદલ્યું છે ) ને ચાર વર્ષ અગાઉ પતિએ ફેસબુક એકાઉન્ટ બનાવી આપતા તે ઉપગોગ કરતી હતી. દરમિયાન, ગત 26 મે ના રોજ મેઘનાને પતિએ પૂછ્યું હતું કે તું તારા ફેસબુક એકાઉન્ટની સ્ટોરીમાં તારા બિભત્સ ફોટા કેમ મૂકે છે? મેઘનાએ પોતે ફોટા મૂક્યાનો ઇન્કાર કરતા તેને પતિએ ફોટા બતાવ્યા તો તે તેના ફોટા મોર્ફ કરી કોઈકે મુક્યા હતા. મેઘનાએ ફેસબુક એકાઉન્ટ રિકવર કરવા પ્રયાસ કરતા એકાઉન્ટ રિકવર થયું નહોતું. આથી એકાઉન્ટ હેક થયું હોવાનું જણાતા આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી.

અરજીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આજરોજ અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી ટેકનીકલ સર્વેલન્સના આધારે ફેસબુક એકાઉન્ટ હેક કરી મેઘનાનો ફોટો મોર્ફ કરી બિભત્સ ફોટો મુકનાર જામનગરના 16 વર્ષના તરુણની અટકાયત કરી હતી. જામનગરના ખોજાનાકા ખલીફા મસ્જીદ પાસે રહેતા અને ધો.8 નો અભ્યાસ લોકડાઉનમાં પડતો મૂકી હાલ પિતાની સાથે ચિકનની દુકાનમાં મદદ કરતા તરુણની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે ટીખળ કરવા પરિણીતાનું એકાઉન્ટ ખોલી તેમાં લખેલો મોબાઈલ નંબર પાસવર્ડમાં નાંખ્યો તે સાથે જ એકાઉન્ટ ખુલતા તેણે હેક કરી ફોટો મોર્ફ કરી બિભત્સ ફોટો પોસ્ટ કર્યો હતો.બાદમાં તેણે પાસવર્ડ બદલી નાખ્યો હતો. વધુ તપાસ પીઆઈ ડી.કે.પટેલ કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s