ગુજસીટોક એક્ટના ભંગના ગુનામાં આસીફ ટામેટા ગેંગના બે સાગરિતોને 10 દિવસના રિમાન્ડ


સુરત

શાહરૃખ શાહ,  ઈમરાન સીદ્દીકીની  ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી 15 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

સુરત
ક્રાઈમ બ્રાંચે ગુજસીટોક એક્ટના ભંગના ગુનામાં સંડોવાયેલા આસીફ ટામેટા ગેંગના વધુ બે
આરોપીઓની ધરપકડ કરી આજે 15 દિવસના રિમાન્ડની માંગ સાથે ગુજસીટોક એક્ટના ભંગના કેસોની
ખાસ અદાલત તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે.વ્યાસની કોર્ટમાં રજુ કરતાં કોર્ટે બંને
આરોપીઓને દશ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

સુરત ક્રાઈમ
બ્રાંચે ગઈ તા.27-11-2020ના રોજ આસીફ ટામેટા ગેંગના 14 જેટલા આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક
એક્ટના ભંગના ગુનાઈત કારસા બદલ ફરિયાદ નોંધીને ટામેટા ગેંગના સાગરિતોની ધરપકડ કરી જેલભેગા
કર્યા હતા.હાલમાં આ કેસમાં પોલીસ પહોંચથી દૂર રહેવામાં સફળ રહેનાર આરોપી ઈમરાન ઉર્ફે
છોટુ સીદ્દીકી ઈશ્તિયાક અહમદ સિદ્દીકી (રે.પદ્માનગર ગલી નં.1 લિંબાયત)તથા શાહરૃખ ઉર્ફે
ઉંમર અસલમ શાહ(રે.બેઠી કોલોની
,મીઠીખાડી લિંબાયત)ની ધરપકડ કરી હતી.આજે બંને આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ખાસ અદાલતમાં
રજુ કરી 15દિવસના રિમાન્ડની માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે ખાસ નિયુક્ત
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ 16 જેટલા રિમાન્ડના ગ્રાઉન્ડ રજુ કર્યા
હતા.સરકારપક્ષે જણાવ્યું હતું કે બંને આરોપીઓ વિરુધ્ધ ફરિયાદમાં જાહેર કરેલા ગુના ઉપરાંત
લિંબાયતમાં મર્ડરના ગુના સિવાય અન્ય કોઈ ગુના આચરેલા છે કે કેમ તેની તપાસ કરવાની છે.આરોપી
શાહરૃખે સંયુક્ત તથા અલગ રીતે  6 તથા ઈમરાને
સાત ગુના આચર્યા છે.આરોપીઓએ આસિફ ટામેટાં ગેંગમાં ક્યારથી સક્રીય છે
,અન્ય ટોળકીમાં કોણ સામેલ છે,આરોપીઓની બેનામી મિલકતો,નાણાંકીય ટ્રાન્ઝેકશન્સ,બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની
છે.જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓને દશ દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s