સુરત: વોટસઅપથી મળેલી ફરિયાદના ખાડા 90 ટકા પુરાયાનો દાવો


– ડાંગમાં દશેરા મહોત્સવની ઉજવણી સરકાર શરૂ કરશેઃ પુર્ણેશ મોદી

– પાંચેય વિભાગના જનતાને સીધા પ્રશ્નોના નિકાલ માટે એપ્લીકેશન બનાવી લોકો ઘર બેઠા ફરિયાદ કરી શકશે

સુરત,તા.11 ઓક્ટોબર 2021,સોમવાર 

દંડાકરણ્ય વન એવા ડાંગ વિસ્તારમાં શબરીધામ- સુબિર વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા દશેરા ઉત્સવની ઉજવણી શરૂ કરવામાં આવશે. ભગવાન રામ અને માતા શબરીના મિલનના સ્થળ પર દર વર્ષે દશેરા મહોત્સવ ઉજવીને લોકોને સામાજિક રીતે જોડવા તથા યાત્રા ધામ વિકાસ કરવા માટે મંત્રાલય દ્વારા આયોજન થઈ રહ્યું છે. ભગવાન રામ અને શબરીના ઐતિહાસિક મિલનના દિવસને દશેરા ઉત્સવ તરીકે દર વર્ષે ઉજવવામાં આવશે તેવી જાહેરાત ગુજરાત સરકારના મંત્રીએ કરી છે.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ અને યાત્રા ધામ વિકાસના મંત્રી પુર્ણેશ મોદીએ ગઈકાલની જન આર્શિવાદ યાત્રા બાદ આજે સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં વરસાદ બાદ પડેલા ખાડાની સમસ્યા 90 ટકા દુર થઈ ગઈ હોવાનો દાવો કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તાર, હાઈવે સિવાયના વિભાગમાં આવતા ખાડાની જે ફરિયાદ મળી હતી તેમાંથી 90 ટકા ફરિયાદનો નિકાલ થયો છે અને બાકીની દસ ટકા ફરિયાદનું નિરાકરણ થઈ રહ્યું છે. 

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ડાંગના સુબિર વિસ્તાર જ્યાં ભગવાન રામ અને શબરીમાતાનુ મિલન દશેરાના દિવસે થયું હતું તેથી ત્યાં દશેરા ઉત્સવનું આયોજન કરવામાં આવશે. ભાવાત્મક અને સામાજિક રીતે લોકોને જોડવા માટે આ ઉત્સવનું આયોજન દર વર્ષે કરવા સાથે સંસ્કૃતિનું જતન થાય તેવા પ્રયાસ કરાશે. ભગવાન રામને શબરી માતા જ્યાં મળ્યા હતા તે સ્થળ અંગેની વધુ લોકોને માહિતી મળે અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તેવું આયોજન પણ થઈ રહ્યું છે. દશેરાના દિવસે ભગવાન રામ શબરીમાતાને મળ્યા હોય દશેરા મહોત્સવમાં મહા આરતી, રાવણ હદન સાથે અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવશે.

આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, તેમના મંત્રાલયમાં જે પાંચ વિભાગ આવે છે તે તમામ વિભાગની ફરિયાદ લોકો ઘર બેઠા કરી શકે તે માટે એક  એપ્લીકેશન બનાવી છે તે એપ્લીકેશનનો ઉપયોગ કરી લોકો ફરિયાદ કરશે અને મંત્રાલય દ્વારા આ ફરિયાદ પર ગંભીરતાથી ધ્યાન આપીને ફરિયાદનો નિકાલ કરવામાં આવશે. લોકોની ફરિયાદના નિરાકરણ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે અને તેઓએ ફરિયાદ કરવા ઓફિસ કે ગાંધીનગર સુધી આવવાની જરૂર રહેશે નહીં. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s