સુરતમાં પ્રથમવાર UPSC પરીક્ષા લેવાઇ : 67 ટકા ઉમેદવાર હાજર

– 7 કેન્દ્ર પર બે સેશનમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઇ : એક કેન્દ્ર દિવ્યાંગ ઉમેદવાર માટે ફાળવાયું હતુ

    સુરત

દેશભરમાં
આજે લેવાયેલી યુપીએસસીની પરીક્ષામાં પ્રથમ વખત સુરત શહેરને કેન્દ્ર ફાળવતા
નોંધાયેલા
1655 ઉમેદવારોમાંથી સાત કેન્દ્ર પર 67 ટકાએ હાજર રહીને
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

<

p class=”12News”>યુનિયન
પબ્લીક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા દેશભરમાં કલેકટર
, પોલીસ કમિશ્નર સહિત
ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બનવા માટે આજે બે સેશનમાં પરીક્ષા લેવાઇ હતી. સુરત શહેરને
પ્રથમ વખત યુપીએસસીનું કેન્દ્ર ફાળવતા આજે અલગ-અલગ સાત કેન્દ્રો પરથી પરીક્ષાનું
આયોજન કરાયું હતુ. પ્રથમ સેશનમાં નોંધાયેલા
1655
ઉમેદવારમાંથી
542 ગેરહાજર રહ્યા હતા. અને 1113 એ પરીક્ષા આપી હતી. જયારે બીજા સેશનમાં પણ 1655
વિદ્યાર્થી
1108 હાજર અને 547 ગેરહાજર
રહ્યા હતા. આમ બન્ને પરીક્ષા થઇને સુરત કેન્દ્ર પરથી
67 ટકા
હાજર અને
33 ટકા ગેરહાજર રહ્યા હતા. કુલ સાત કેન્દ્રમાંથી એક
કેન્દ્ર દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ફાળવાયું હતુ. જેમાં પાંચમાંથી એક ગેરહાજર
રહેતા ચાર ઉમેદવારે પરીક્ષા આપી હતી. બે સેશનમાં લેવાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ
માહોલમાં સંપન્ન થઇ હતી. પરીક્ષા પૂર્ણ થયા પછી જે-તે સેન્ટરો પરથી ઉત્તરવહીઓ સીલ
મારીને તિજોરી કચેરીમાં જમા કરાવી દેવાઇ હતી. આ ઉત્તરવહીઓ આગામી દિવસોમાં દિલ્હી
રવાના કરાશે. આજની પરીક્ષા વિના વિઘ્ને પાર થતા આગામી  દિવસોમાં શહેરને કેન્દ્ર મળતું રહેશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s