મહિધરપુરામાં મોબાઇલમાં વેબસાઇટ પર જુગાર રમતો હીરાદલાલ ઝડપાયો


– પરેશ ગોહિલના આઇડીમાં રૂ. 9.69 લાખની બેલેન્સ જોઇ પોલીસ ચોકીઃ રૂ. 5 લાખમાં આઇડી-પાસવર્ડ આપનાર વોન્ટેડ

સુરત
મહિધરપુરા કાજીની વાડી પાસેથી કતારગામના હીરા દલાલને મોબાઇલમાં ઓનલાઇન વેબસાઇટ પર જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી પોલીસે રોકડ અને મોબાઇલ મળી રૂ. 45 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે તેના આઇડીમાં રૂ. 9.69 લાખની બેલેન્સ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે બાતમીના આધારે મહિધરપુરા કાજીની વાડી મેઇન રોડ પરથી હીરા દલાલ પરેશ ભુપતભાઇ ગોહિલ (ઉ.વ. 40 રહે. 41, શ્રીજી પાર્ક સોસાયટી, કતારગામ અને મૂળ. ગોર્વધનની હવેલી પાસે, લાઠી, જિ. અમરેલી) ને ઝડપી પાડી મોબાઇલ ચેક કર્યો હતો. ચેતન પટેલ નામના વ્યક્તિ પાસેથી રૂ. 5 લાખમાં આઇડી-પાસવર્ડ લઇ છેલ્લા દસ-પંદર દિવસથી લો કાર્ડ અને હાઇ કાર્ડ ઉપર હારજીતનો જુગાર રમતો હોવાની કબૂલાત કરી હતી. જયારે તેના આઇડી-પાસવર્ડમાં રૂ. 9.69 લાખની બેલેન્સ હતી અને પોલીસે તેની પાસેથી રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 45 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે આઇડીમાં બેલેન્સ જોતા પંદરેક દિવસથી જુગાર રમતો હોવાની વાત પોલીસને ગળે ઉતરતી નથી અને તેની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s