ભાજપની જન આશિર્વાદ યાત્રામાં કોવિડ ગાઇડલાઇનનો પોલીસની હાજરીમાં ભંગ


સુરતમાં ભાજપની યાત્રા લોકો માટે મુસીબત યાત્રા બની રહી છે ઃ કોરોનાના
નિયમો સામાન્ય લોકોની હેરાનગતિ માટે જ હોવાનો લોકોનો આક્રોશ

સુરત,

નવરાત્રીની શરૃઆત સાથે જ મ્યુનિ.
અને પોલીસે સુરતીઓને કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે અપીલ કરી હતી. હાલ ભાજપની
જન આશિર્વાદ યાત્રામાં પોલીસની હાજરીમાં કોરોનાના નિયમોનો છડેચોક ભંગ થઈ રહ્યો છે.
રેલીમાં ભાજપના નેતાઓ જ નહીં પરંતુ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ભંગ
કરી રહ્યાં છે.  રેલી ટ્રાફિકની સમસ્યામાં પણ
વધારો કરી રહી છે. આમ ભાજપની જન આશિર્વાદ યાત્રા લોકો માટે મુસીબત યાત્રા બની રહી છે.

રાજ્યમાં કોરોનાના કેસ ભલે ઓછા હોય
પણ જે કેસ આવી રહ્યાં છે તેમાંથી ૨૦થી ૨૫ ટકા કેસ સુરતમાંથી જ આવી રહ્યાં છે. જેના
કારણે હાલની નવરાત્રીમાં મ્યુનિ. અને પોલીસે લોકોને સંયમ સાથે ઉજવણી કરવા અપીલ કરી
હતી. આ અપીલ અને તેનો અમલ માત્ર પ્રજા માટે જ બની રહે છે.  સુરતમાં હાલ ભાજપના મંત્રી અને પ્રમુખની જન આશિર્વાદ
યાત્રા થઈ હતી. જેમાં કોરોનાના તમામ નિયમોનો પોલીસની હાજરીમાં છડેચોક ભંગ કરવામાં આવી
રહ્યો છે. ભાજપની રેલીમાં માત્ર મંત્રી કે નેતાઓ જ નહી પરંતુ સમર્થકો પણ માસ્ક પહેરતા
નથી અને સોશિયલ ડિસ્ટન્સ પણ રાખતાં નથી. જેના કારણે ભાજપની યાત્રા કોરોનાને આમંત્રણ
આપી રહી હોય તેવી યાત્રા બની રહી છે. ભાજપની યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે
કોરોનાના નિયમોનો ભંગ થઈ રહ્યો છે પરંતુ પોલીસ અને મ્યુનિ. તંત્ર મુક પ્રેક્ષક બની
રહી છે. જ્યારે પ્રજામાંથી કોઈ આ નિયમનો ભંગ કરે તો મ્યુનિ. અને પોલીસ દ્વારા દંડ કે
કેસ પણ કરવામાં આવી રહ્યા છે. મ્યનિ. અને પોલીસના કોરોના માટેના નિયમ રાજકારણી અને
પ્રજા માટે અલગ અલગ હોય લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

<

p class=”12News” style=”text-align:justify;”>આ ઉપરાંત હાલ ભાજપની ચાલી રહેલી
જન આશિર્વાદ યાત્રા લોકો માટે જન મુસીબત યાત્રા બની રહી છે. યાત્રા જે રૃટ પર હોય તે
રૃટ પર ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. આ યાત્રા જે વિસ્તારમાં થઈ ત્યાં કલાકો સુધી લોકોએ
ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડયું હતુ. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s