ઉકાઇના 6 હાઇડ્રોનું 4 મહિનામાં 21.51 કરોડનું વીજ ઉત્પાદન સાથે 85 કરોડની આવક

– દેશભરમાં
કોલસાની અછત વચ્ચે


– ઉકાઇ ડેમ ખેડૂતોની જીવાદોરી સાથે શહેરીજનોને
પીવાનું પાણી
,
ઉદ્યોગકારોને પણ પાણીની સાથે વીજ સંકટ પણ દૂર કરી રહ્યો છે

       સુરત

દેશભરમાં
કોલસાની અછતના પગલે સર્જાનારી  વીજ
કટોકટીની સમસ્યા વચ્ચે ઉકાઇ ડેમ ખેડૂતો
, ઉદ્યોગકારો, શહેરીજનોને
પીવાનું પાણી પુરૃં પાડવા માટે આશિર્વાદરૃપ તો છે
, આ સાથે
ડેમના છ હાઇડ્રોમાંથી સતત વીજ ઉત્પાદન થતું હોવાથી વીજ સંકટ પણ દૂર કરી રહ્યું છે.
છેલ્લા ચાર મહિનામાં ૨૧.૫૧ કરોડ  વીજ યુનિટ
ઉત્પાદન થવાની સાથે જ સરકારને ૮૫ કરોડથી વધુ આવક થઇ છે. અને આજની તારીખે પણ વીજ
ઉત્પાદન થઇ રહ્યુ છે.

વર્ષ
૧૯૭૨માં જયારે ઉકાઇ ડેમની શરૃઆત થઇ ત્યારે સત્તાધીશોએ દૂરંદેશી વાપરીને ખેતીપાકના
પાણીના ઉપયોગની સાથે વીજ ઉત્પાદન પણ થાય તે માટે ચાર હાઇડ્રો શરૃ કર્યા હતા. આ ચાર
હાઇડ્રો જયારે શરૃ નહીં હોય અને ખેતીપાક માટે કેનાલમાંથી પાણી છોડાઇ ત્યારે પણ વીજ
ઉત્પાદન થઇ શકે તે માટે કેનાલ પર પણ બે નાના હાઇડ્રો મુકાયા છે. આમ કુલ છ
હાઇડ્રોમાંથી વીજ ઉત્પાદન થાય છે. જે ચાર હાઇડ્રોમાં વીજ ઉત્પાદનની ક્ષમતા ૭૫ મેગા
યુનિટની છે. જયારે બે નાના હાઇડ્રોની ઉત્પાદન ક્ષમતા અઢી મેગા યુનિટની છે.

આ વર્ષે
ઉકાઇ ડેમમાં પાણીનો હેવી ઇનફલો આવ્યો ત્યારે ૧૦ સપ્ટેમ્બરના રોજ ચાર હાઇડ્રો શરૃ
કરાયા હતા. પરંતુ આ પહેલા જુન મહિનામાં પણ સતત એક કે બે હાઇડ્રો ચાલુ રાખીને વીજ
ઉત્પાદન કરાયું હતુ. જુન મહિનાથી લઇને ઓકટોબર સુધીમાં કુલ ૨૧.૫૧ કરોડ  વીજ યુનિટનું આ છ હાઇડ્રોમાંથી વીજ ઉત્પાદન થતા
ઉકાઇ ડેમ વીજ સંકટ પણ દૂર કરી રહ્યુ છે. તો આજે પણ ત્રણ હાઇડ્રોમાં ૧૬
,૦૦૦ કયુસેક પાણી છોડીને
વીજ ઉત્પાદન કરવાની સાથે ૩૪૫ ફૂટની ઉપર વહી રહેલી સપાટી નીચી લાવવાની કવાયત ચાલી
રહી છે. છેલ્લા ૧૨ કલાકમાં ૧૬
,૦૦૦ કયુસેક આવક-જાવક સામે
સપાટી ૩૪૫
.૦૨ ફૂટ પર સ્થિર રહી છે. 

 છ હાઇડ્રોથી વીજ ઉત્પાદન થયાના આંકડા

મહિનો   વીજ ઉત્પાદન( યુનિટ)

જુન      ૨,૮૯,૮૩,૦૦૦

જુલાઇ   ૧,૮૪,૮૯,૦૦૦

ઓગસ્ટ  ૧,૨૫,૯૧,૦૦૦

સપ્ટેમ્બર ૧૨,૧૭,૪૮,૦૦૦

ઓકટોબર    ૩,૩૩,૦૩,૦૦૦

<

p class=”12News” style=”margin:0 5.65pt .0001pt;”>કુલ      ૨૧,૫૧,૧૪,૦૦૦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s