રૂ.18 લાખ પડાવ્યા બાદ સાટાખત રદ કરાવવા દંપતિએ ભળતાને સબરજીસ્ટ્રાર કચેરીમાં રજૂ કર્યો


– મોટાવરાછાના લેબર કોન્ટ્રેક્ટર સાથે ઠગાઈ

– ઘોડદોડના તિવારી દંપતીએ વેચેલી બે દુકાનનો સાટાખત રદ કરાવી શાહ દંપત્તિને દુકાન વેચી,તેમની પાસેથી ફરી ખરીદી રૂ.45 લાખની લોન લીધી

સુરત, : સુરતના ઘોડદોડ ખાતે રહેતા તિવારી દંપત્તિએ મોટા વરાછાના લેબર કોન્ટ્રાકટરને ઉધના મગદલ્લા રોડની બે દુકાન રૂ.18 લાખમાં વેચી તેનો દસ્તાવેજ કરવાને બદલે સાટાખત કરી આપ્યો હતો. જોકે, બાદમાં લેબર કોન્ટ્રાકટરની જાણ બહાર સાટાખત રદ કરાવવા તેમણે પરિચિતને કોન્ટ્રાકટર તરીકે સબરજીસ્ટ્રારની કચેરીમાં રજૂ કરી સાટાખત રદ કરાવી ઘોડદોડ રોડના શાહ દંપત્તિને વેચી ફરી તેમની પાસેથી ખરીદી રૂ.45 લાખની લોન પણ લઈ લીધી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મોટા વરાછા ક્રિષ્ના ટાઉનશીપ ડી/6-202 માં રહેતા 42 વર્ષીય લેબર કોન્ટ્રાકટર હરેશભાઇ પોપટભાઇ ગોરસીયાએ વર્ષ 2013 માં ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે ગોકુલધામ શોપીંગ સેન્ટર અપર ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નં.1 અને 2 નો સોદો રૂ.18 લાખમાં મોનાબેન અજયભાઇ તિવારી અને તેમના પતિ અજય શિવરામ તિવારી ( બંને રહે-.60/સી, આમ્રકુંજ સોસાયતી, ધોડદોડ રોડ. સુરત ) સાથે કરી રોકડમાં પેમેન્ટ કરી ખરીદી હતી. તિવારી દંપત્તિએ તે સમયે દુકાનના ભાડુઆત ખાલી કરાવી કબજો સોંપવાની વાત કરી હતી. બંનેએ 19 જુલાઈ 2013 ના રોજ હરેશભાઈને બંને દુકાનના રજીસ્ટર્ડ સાટાખત પણ કરી આપ્યા હતા. જોકે, ત્યાર બાદ તિવારી દંપત્તિ બહાના કાઢી સમય પસાર કરતું હોય હરેશભાઇએ તેમને 25 એપ્રિલ 2019 ના રોજ દસ્તાવેજ કરી આપવા કહેતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો કે સાટાખતની શરત મુજબની મુદ્દત પુરી થઈ ગઈ છે.

આથી હરેશભાઈને શંકા જતા તેમણે સબ રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરી તો 7 મે 2014 ના રોજ તિવારી દંપત્તિએ હરેશભાઈની જાણ બહાર સાટાખત રદ કરાવવા દેવેંદ્ર શાંતીલાલ પટેલ ( રહે. એ/102, સ્વીટ હોમ્સ એપાટર્મેન્ટ, અનાદમહલ રોડ, અડાજણ, સુરત ) ને કોન્ટ્રાકટર તરીકે સબ રજીસ્ટ્રારની કચેરીમાં રજૂ કરી સાટાખત રદ કરાવી કુણાલ રજનીકાંત શાહ અને તેમના પત્ની મેઘનાબેન ( બંને રહે.આભૂષણ એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ, સુરત ) ને વેચી ફરી તેમની પાસેથી ખરીદી રૂ.45 લાખની લોન પણ લઈ લીધી હતી. છેતરપિંડીની આ ઘટનામાં હરેશભાઇએ ગતરોજ તિવારી દંપત્તિ અને તેમના સ્થાને સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજૂ થયેલા દેવેંદ્ર પટેલ વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.એસ.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s