ગ્રેની રનીંગ ક્વોલિટી આજે પણ 8-10 વર્ષ પહેલાના ભાવે જ વેચાઇ રહી છે !

-સુરતમાં
દૈનિક 3 કરોડ મિટરથી વધુ ગ્રેના ઉત્પાદનમાં રનીંગ ક્વોલિટીનો હિસ્સો 15-17 ટકાઃ રનીંગમાં
પણ 15થી વધુ ક્વોલિટી

સુરત શનિવાર

દૈનિક ત્રણ કરોડ મિટરથી વધુ ગ્રેના
ઉત્પાદનમાં રનીંગ ક્વોલિટીનો હિસ્સો અંદાજે 15-17 ટકાનો છે. પરંતુ આ એવી ગ્રેની કવોલિટીઓ
છે, કે ભાવમાં વર્ષો-વર્ષથી માંડ રુ. દોઢ-બેનો માંડ ફરક હોય છે. યાર્ન, મંજૂરી, ગેસ
સહિતના આનુષાંગિક ખર્ચાઓ ખૂબ જ વધી ગયાં હોવાછતાં, આ રનીગ કવોલિટીઓ 8-10 વર્ષ પહેલાં
ભાવે જ મળે છે !

ગ્રેની સંખ્યાબંધ કવોલિટીઓ છે.પણ
રનીંગ ક્વોલિટીઓની સંખ્યા 15થી વધુ છે. વીસ-પચીસ વર્ષ જૂની આ કવોલિટીઓ હજુ પણ બજારમાં
વેચાતી રહે છે. પરંતુ ખરીદનાર અને વેચનાર બંને ખૂબ જ મર્યાદિત સંખ્યામાં છે. સામાન્ય
રીતે રુ. 10 થી લઈને 30 સુધીની આ ક્વોલિટીઓનું એક અલગ જ બજાર છે.

વિવિંગમાં વર્ષોથી આ રનીગ ગ્રેની
કવોલિટી બનાવનારો એક અલગ વર્ગ છે. આ એવો વર્ગ છે જે હજુ સુધી અપગ્રેડેશનથી દુર રહ્યો
છે. મહિને લાખ સવા લાખ મિટર ગ્રેનું ઉત્પાદન કરીને મિટરે રુ. 1 કે 1.50 કમાણીથી સંતોષ
મેળવે છે અને એને કારણે આ વિવર વર્ષોથી જુના મશીનો જાળવી રાખે છે. અપગ્રેડેશન કરનારાં
પણ છે, પરંતુ એની સંખ્યા ખૂબ જ નગણ્ય જેવી છે.

કાપડ બજારમાં રનીંગ કવોલિટીઓ વેચાતી
રહે છે અને વર્ષોથી તેનું બજાર જળવાઈ રહ્યું છે. રનીંગ કવોલિટીના ભાવમાં ક્યારેય મોટો
ઉછાળો આવતો નથી. આઠ-દસ વર્ષ પહેલાં જે ભાવે ગ્રે વેચાતું હતું, તે જ ભાવમાં આજે પણ
એક-બે રુપિયાનો ફરકથી વેચાતું રહ્યું છે. આ રનીગ ગ્રેની પૈકીના કેટલાક નામો આજે ભૂલાતા
ગયાં છે. નવી નવી કવોલિટીઓ બનતી હોવાને કારણે, કામકાજ પણ ઘટયું છે.

સૌથી આશ્ચર્ય પ્રમાણે એવી બાબત એ
છે કે, વર્ષો જૂની આ કવોલિટીઓના ભાવમાં આજે કંઈ બહુ મોટો ફરક નથી. તેની સામે યાર્ન,
મંજૂરી,  ઇલેક્ટ્રિસિટી, સહિતના ભાવમાં મોટો
વધારો થયો હોવા છતાં આ ગ્રેની કવોલિટીઓના ભાવ વર્ષોથી સ્ટેબલ રહ્યાં છે. એક સમયે રુ
70માં મળતું યાર્ન આજે 170 થઇ ગયાં છતાં, પણ ગ્રેના ભાવ તો એ ના એ જ છે, એમ માર્કેટના
વિપુલ રામાણીએ વાતચીતમાં કહ્યું હતું.

છેલ્લાં 10-15 વર્ષથી
ચાલતી ગ્રેની રનીગ કવોલિટીઓ

 પૂનમ, દાણી, 84-84, રશિયન, કિમાયો, રેનિયલ, 60 ગ્રામ,
વેઇટલેસ, ડિ-ચાઇના, અલ્ટ્રા સાટીન, સિલ્કક્રેપ, ચીનોન, વિચિત્રા, 70-72, જ્યોર્જેટ.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s