ઉચ્ચ ક્વોલીટીનો રૂ.5 લાખનો કોલસો વગે કરી હલકી કક્ષાનો ડિલિવર કરી દીધો


– અદાણી કંપનીમાંથી ઝઘડીયા મોકલાયેલો જથ્થો બદલી કાઢ્યો

– બે દિવસ બાદ પહોંચેલા ડમ્પરમાં વેસ્ટ ભૂકી, કીચડ, માટી જેવું મટીરીયલ ભર્યું : કિરણ ટ્રાન્સપોર્ટના માલિક, બે ડ્રાઇવર સામે ગુનો

સુરત, : સુરતના હજીરા પોર્ટ સ્થિત અદાણી કંપનીમાંથી ઝઘડીયાની કંપનીમાં મોકલેલો ઉચ્ચ ક્વોલીટીનો રૂ.5 લાખનો કોલસો સગેવગે કરી ટ્રાન્સપોર્ટર અને બે ડ્રાઇવરે ખરાબ કોલસો પહોંચાડતા હજીરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના હજીરાના માતા ફળીયામાં રહેતા 37 વર્ષીય યોગેશભાઇ જમુભાઇ પટેલ આયેશા ટ્રાન્સપોર્ટના નામે અદાણી કંપનીમાં ટ્રાન્સપોર્ટેશનનો કોન્ટ્રાકટ ધરાવે છે. જયારે કામ વધુ હોય ત્યારે ભાડેથી ડમ્પર મેળવી કોલસો હજીરા પોર્ટથી જુદાજુદા સ્થળે પહોંચાડતા યોગેશભાઈએ 3 જીના રોજ 18 ડમ્પરનો ઓર્ડર મળતા કેટલાક ડમ્પર ભાડે લીધા હતા. તે પૈકી બે ડમ્પર ( નં.જીજે-21-ડબ્લ્યુ-4466 અને નં.જીજે-21-ડબ્લ્યુ-5566 ) ડ્રાઈવર સાથે તેમણે પરિચિત કિરણ ટ્રાન્સપોર્ટના માલિક જીતુભાઇ ડાહ્યાભાઇ પટેલ ( રહે.આમ્રપાલી રો હાઉસ, સૌરભ પોલીસ ચોકી પાસે, અડાજણ, સુરત ) પાસેથી ભાડે લીધા હતા. બંને ડમ્પરમાં કુલ રૂ.5,01,835.80 ની કિંમતનો ઉચ્ચ ક્વોલીટીનો 63.48 મેટ્રીક ટન કોલસો ભરી ડ્રાઈવર સંજય જગદીશ સાહુ અને રાજેશ સાહુ ત્રીજીએ સાંજે હજીરા પોર્ટથી ઝઘડીયાની યુપીએલ કંપનીમાં પહોંચાડવા નીકળ્યા હતા.

જોકે, તે જ દિવસે કોલસો પહોંચાડવાને બદલે બંને પાંચમીએ સાંજે છ વાગ્યે યુપીએલ કંપનીમાં પહોંચ્યા ત્યારે ડમ્પરમાં ઉચ્ચ ક્વોલીટીના કોલસાને બદલે વેસ્ટ ભૂકી, કીચડ, માટી જેવું મટીરીયલ હોય કોલસો રીજેક્ટ થયો હતો. આ અંગે યુપીએલ કંપનીએ અદાણી કંપનીને જાણ કરતા ત્યાંથી યોગેશભાઈને જાણ કરાઈ હતી. યોગેશભાઈએ જીતુભાઈ પટેલને પૂછતાં તેમણે યોગ્ય જવાબ આપ્યો નહોતો. આથી છેવટે ઉચ્ચ ક્વોલીટીનો કોલસો રસ્તામાં સગેવગે કરી તેના બદલામાં ખરાબ કોલસો પહોંચાડનાર કિરણ ટ્રાન્સપોર્ટના માલિક જીતુભાઈ પટેલ અને તેમના બે ડ્રાઈવર સંજય સાહુ અને રાજેશ સાહુ વિરુદ્ધ યોગેશભાઈએ ગતરોજ હજીરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એન.આઈ.ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s