સચિન હોજીવાલા એસ્ટેટમાં લોકોએ ઝડપી પાડયું હતું: ટેન્કરના પ્રવાહીમાં ફિનોલીક કમ્પાઉડસ અને સલ્ફાઇડ ક્લોરાઇડ જેવા હાનિકારક તત્વો મળ્યા

– અંકલેશ્વર જીઆઇડીસીમાંથી આવેલું ટેન્કર સી.ઇ.ટી.પી પ્લાન્ટની પાઇપ લાઇનમાં વેસ્ટેજ કેમિકલ ઠાલવતું હતું, બે વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ

સુરત
સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મહિના અગાઉ વેસ્ટેજ ઝેરી કમિકલનો નિકાલ કરી રહેલા ટેન્કરને સ્થાનિક લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યુ હતું. આ પ્રકરણમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ટેન્કરમાં પર્યાવરણને અને મનુષ્ય જીવને હાનિકારક કેમિકલ હોવાથી અંકલેશ્વરના ટેન્કર ચાલક અને માલિક વિરૂધ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે.
ગત તા. 13 ના રોજ સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રોડ નં. 12 પર ગોકુલમ ડેરી નજીક સચિન ઉદ્યોગનગર સહકારી મંડળી લિ. સ્કુંલમાં આવેલી સી.ઇ.ટી.પી પ્લાન્ટની આર.સી.સી પાઇપ લાઇનમાં ટેન્કરમાંથી ઝેરી કેમિકલ ખાલી કરતા ટેન્કરને સ્થાનિક લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યુ હતું. જો કે ટેન્કર ચાલક ભાગી ગયો હતો. પોલીસે ટેન્કર કબ્જે લઇ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મદદ લઇ તપાસ કરાવી હતી. જેમાં બોર્ડ દ્વારા ટેન્કરમાં વેસ્ટેજ ઝેરી કેમિકલ તેજાબી હોવા ઉપરાંત તેમાં ટી.ડી.એસ, સી.ઓ.ડી, બી.ઓડી, ફિનોલીક કમ્પાઉડસ, સલ્ફાઇડ ક્લોરાઇડ વગેરે પ્રદૂષકોનું પ્રમાણ વધુ હોવાની સાથે કોપર, નિકલ અને કેડમિયમનું પણ નિયત કરતા વધુ પ્રમાણ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ટેન્કર ચાલક અરવિંદ છોટેલાલ પાલ (રહે. હાલ અંકલેશ્વર જીઆઇડીસી, મેઘમણી ગેટ પાસે, ભરૂચ અને મૂળ લોકમાયા નગર, થાણે, મહારાષ્ટ્ર) અને માલિક અમીતકુમાર રતીલાલ પટેલ (રહે. નિયમ ચોકડી, આદર્શ સ્કુલ નજીક, અંકલેશ્વર જીઆઇડીસી, ભરૂચ) વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s