રેલવે સ્ટેશન પાસે ગેસ્ટ હાઉસમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું

– રૂ.1 હજાર વસુલતા હતા, ચાર લલનાને મુક્ત કરાવી

– ગેસ્ટ હાઉસ માલિક, દલાલ, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ

સુરત, : સુરત ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રેલવે સ્ટેશન વિસ્તારમાં આદર્શ ગેસ્ટ હાઉસમાં ધમધમતું કુટણખાનું ઝડપી પાડી ત્યાંથી ચાર લલનાઓને મુક્ત કરાવી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે ગેસ્ટ હાઉસના માલિક, દલાલ, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી રોકડા રૂ.10,450 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.42,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી હકીકતના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રેલવે સ્ટેશન વિસ્તારમાં ગુડ્ઝ યાર્ડ નજીક લંબે હનુમાન ગરનાળા તરફના સબરસ હોટલ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમાં રેઈડ કરી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી કોલકત્તા અને પ.બંગાળની ચાર લલનાઓ મળતા તેને મુક્ત કરાવી ગેસ્ટ હાઉસના માલિક સંજયભાઈ જમીયતભાઈ તમાકુવાલા ( રહે.72, શિવાંજલી રો હાઉસ, લાલ દરવાજા મેઈન રોડ, સુરત ) ઉપરાંત એક દલાલ, ગેસ્ટ હાઉસના મેનેજર અને ત્યાં શરીર સુખ માણવા આવેલા બે ગ્રાહક મળી કુલ પાંચની ધરપકડ કરી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રોકડા રૂ.10,450 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.42,950 નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ગેસ્ટ હાઉસના માલિક સંજયભાઇએ દલાલ મારફતે ચાર લલનાઓને બોલાવી રાખી હતી અને તેમને ગેસ્ટ હાઉસના એક રૂમમાં રાખતા હતા. કોઈ ગ્રાહક આવે ત્યારે તે રૂમમાં લઈ જઈ લલનાની પસંદગી કર્યા બાદ ગેસ્ટ હાઉસના અન્ય રૂમમાં તેને શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપતા હતા અને તે માટે તેઓ રૂ.1000 વસુલતા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s