પાર્સલ લેવા પૈસા ખૂટે છે કહી રૂ.3 હજાર લીધા બાદ કોલના બહાને રૂ.25 હજારનો ફોન લઈ છૂ


– રીક્ષાચાલકને ભેજાબાજ ભટકાઈ ગયો

– સરથાણા જકાતનાકાથી રીક્ષા ભાડે કરી ગઠીયો આઇમાતા ચાર રસ્તા શિવદર્શન એપાર્ટમેન્ટના પાર્કીંગમાં લઈ ગયો બાદમાં કરામત કરી

સુરત, : સરથાણા જકાતનાકાથી પરવત પાટીયા આઈમાતા ચાર રસ્તા પાસેથી બે પાર્સલ લેવા જવા માટે રૂ.250 ભાડું નક્કી કરી એક ગઠીયો રીક્ષાચાલકને લઈ ગયો હતો અને ત્યાં શિવદર્શન એપાર્ટમેન્ટના પાર્કીંગમાં પાર્સલ લેવા રૂ.3 હજાર ખૂટે છે કહી પૈસા લીધા બાદ ફોન કરવા રૂ.25 હજારનો મોબાઈલ ફોન લઈ ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના કુંકાવાવના દેવાગામના વતની અને સુરતમાં નાના વરાછા શક્તિવિજય સોસાયટી ઘર નં.73 માં રહેતા 47 વર્ષીય રીક્ષાચાલક જીતુભાઈ માધાભાઈ સોલંકી ગત 15 સપ્ટેમ્બરની સાંજે છ વાગ્યાના અરસામાં રીક્ષા લઈને સરથાણા જકાતનાકા પાસે ઉભા હતા ત્યારે એક અજાણ્યો તેમની પાસે આવ્યો હતો. પરવત પાટીયા આઈમાતા ચાર રસ્તા પાસેથી બે પાર્સલ લેવાના છે કહી તેણે રૂ.250 ભાડું નક્કી કરી રીક્ષા શિવદર્શન એપાર્ટમેન્ટના પાર્કીંગમાં લેવડાવી હતી. ત્યાં અજાણ્યાએ થોડીવારમાં પાર્સલ લઈને એવું છું કહી જીતુભાઈને થોભવા કહ્યું હતું. જોકે, થોડી વારમાં તે ખાલી હાથે પરત આવ્યો હતો અને પાર્સલ માટે રૂ.3 હજાર ખૂટે છે કહી તે પૈસા માંગી ભાડું અને રૂ.3 હજાર જકાતનાકા જઈને આપી દેવાની વાત કરી હતી.

જીતુભાઈએ તેને રૂ.3 હજાર આપતા કોઈને ફોન કરવો છે તમારો ફોન આપો કહી તે જીતુભાઈનો રૂ.25 હજારનો મોબાઈલ ફોન લઈ ફોન પર વાત કરતો શિવદર્શન એપાર્ટમેન્ટમાં ગયો હતો. પરંતુ ઘણા સમય સુધી તે પરત નહીં ફરતા અને એપાર્ટમેન્ટમાં તેની તપાસ કરતા ત્યાં પણ નજરે નહીં ચઢતા છેવટે જીતુભાઈએ ગતરોજ આ અંગે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ ડી.ડી.રોહીત કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s