ઇન્કમટેક્સ પોર્ટલની ખામીથી એકતરફી એડજસ્ટમેન્ટને લીધે ખોટી ટેક્સ ડિમાન્ડસુરત


બેંગ્લોર સીપીસીના ઇન્ટીમેશન સામે પોર્ટલની ખામીને લીધે કરદાતાઓ જવાબ આપી શકતા નથી જેથી રીફંડ મળતા નથી

કેન્દ્ર
ઇન્કમટેક્સની ઇ-પ્રોસેસની ઝડપ વધારવા એક જ દિવસસમાં રીફંડની જાહેરાત સાથે ઇ-પોર્ટલ
શરૃ કર્યું છે પણ બેંગ્લોર સીપીસી તરફથી મળતા ભુલ ભરેલા ઈન્ટીમેશનના જવાબ આપી ન
શકાતા એકતરફી એડજસ્ટમેન્ટના લીધે કરદાતા સામે ખોટી ટેક્સ ડીમાન્ડ ઉભઈ થતી હોવાની
બૂમરાણ ઉઠવા પામી છે.

નવા
પોર્ટલને કરદાતા વર્ગમાથી આવકાર મળ્યો છે પણ લગભગ પાંચ -છ મહીના વીત્યા બાદ રીટર્ન
ભરવાની ડયુ ડેટ પણ પુરી થવા છતાં કંપની ફોર્મ નં.5તથા ટ્રસ્ટના ફોર્મ નં.6 ભરી
શકાતા નથી. અલબત્ત ભાગીદારી પેઢીના ફોર્મ નં.5ભરવાની શરૃઆત થઈ છે. પરંતુ ટેક્સ
ઓડીટ રિપોર્ટ
, કંપની તથા ટ્રસ્ટ ઓડીટ રિપોર્ટ અપલોડ થતાં નથી. સીએ વિરેશ રૃદલાલે જણાવ્યું
કે બેંગ્લોર સીપીસી તરફથી કલમ 143(1)(એ)ના ભુલ ભરેલા ઈન્ટીમેશન કરદાતાને મળી રહ્યા
છે. પોર્ટલની ખામીને લીધે જવાબ આપી ન શકાતા એકતરફી એડજસ્ટમેન્ટથી કરદાતાની સામે
ખોટી ટેક્સ ડીમાન્ડ ઉભી થાય છે. જે ભવિષ્યમાં મળનારા રીફંડ સામે એડજસ્ટ થતા રીફંડ
મળતા નથી.

એડજસ્ટમેન્ટમાં
મુખ્યત્વે રીટર્નના સરવાળા બાદબાકીમાં ભુલો
,
આવકમાંથી બાદ થતી ખોટી કપાત, ઓડીટ રિપોર્ટમાં
ઓડીટરે સુચવેલા નામંજુર ખર્ચ
, આવકના ઉમેરાનો સમાવેશ થાય છે.
તદુપરાંત ઈન્કમ ટેક્સ રીટર્ન સમયસર ભરવામાં આવે નહીં તો ધંધાકીય નુકસાની બીજા
વર્ષની આવક સામે બાદ મળે નહીં. જે બીજા વર્ષે નુકસાની  ખેંચી 
હોય અને બાદ લીધી હોય તો સીપીસી તે સુધારી શકે છે. ઈન્કમ ટેક્સ રીટર્ન મોડુ
ભરાય તો બાદ મળતી કલમ-10 એએ અને અન્ય કપાતો બાદ મળે નહીં. આ એડજસ્ટમેન્ટમાં
કરદાતાને રજુઆત કરવાની તક મળવી જોઈએ.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s