હાય સર મજામાં, મારી ફ્લાઇટની ટિકીટ બુક કરવાની છે: ટ્રાવેલ એજન્ટ પાસેથી ફ્લાઇટની ટિકીટ બુકીંગના નામે રૂ. 62 હજાર પડાવનાર બે ઝબ્બે


– વ્યવસાયે વાળંદ અને કાપડ વેપારીને ભેજાબાજે રૂ. 1 હજારની લાલચ આપી બેંક ખાતામાં રોકડ ટ્રાન્સફર કરાવી હતીઃ જો કે માસ્ટર માઇન્ડ અંગે રહસ્ય

સુરત
અડાજણ પ્રાઇમ આર્કેડના ટ્રાવેર્લ્સ એજન્ટને વ્હોટ્સઅપ મેસેજ અને કોલ કરી ભેજાબાજે દિલ્હી-અમદાવાદ તથા સુરત-બેંગ્લોરની ફ્લાઇટ, હોટલ બુકીંગ અને દિલ્હીની હોટલનું ભાડું ચુકવવાના બેંકમાં રૂ. 62 હજાર રોકડ ભરાવ્યા બાદ આંગડીયા પેઢીમાં પેમેન્ટ મોકલાવવાના બહાને ઠગાઇ કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાય છે.
અડાજણ આનંદ મહલ રોડ સ્થિત પ્રાઇમ આર્કેડમાં ટુર એન્ડ ટ્રાવેર્લ્સની ઓફિસ ધરાવતા સુલભ લક્ષ્મીચંદ ઠક્કરને વ્હોટ્સઅપ પર હાય સર, મજામાં, મારી ફ્લાઇટ ટિકીટ અને પેકેજ કરવાનું છું અને બીજા નંબર પરથી ઓળખાણ પડી કે નહીં સર એવો મેસેજ કર્યો હતો. ત્યાર બાદ કોલ કરી સુરત-બેંગ્લોર અને દિલ્હી-અમદાવાદ ફ્લાઇટની બુકીંગ તથા બેંગ્લોરની હોટલ બુકીંગ તથા મની ટ્રાન્સફરની વાત કરી હતી. જેમાં દિલ્હીમાં મિત્રને હોટલ ચેક આઉટ માટે 32 હજાર આઇસીઆઇસીઆઇ બેંક અને ગુગલ પે નો ક્યુઆરકોડ મોકલાવી 30 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. ઉપરાંત ફ્લાઇટની ટિકીટ બુકીંગ સહિતની રકમ કે. કાંતીલાલ આંગડીયા પેઢીમાં મોકલાવ્યાનું કહી કોલ કરાવ્યો હતો. પરંતુ સુલભ આંગડીયા પેઢીમાં રોકડ લેવા ગયો ત્યારે જે નંબરથી કોલ આવ્યો હતો તે બંધ હતો. આ પ્રકરણમાં અડાજણ પોલીસે વાળંદ અમીત સુરેન્દ્ર ઠાકુર (ઉ.વ. 24 રહે. રાજેશ શાહની ભાડાની દુકાનમાં, વિનય ટાવર, મીરા રોડ, થાણે-મુંબઇ) અને કાપડ વેપારી ચિંતન જગદીશચંદ્ર શાહ (ઉ.વ. 33 રહે. 303, બિલ્ડીંગ નં. વી 16, અરીહંત કો.ઓ. હા. સોસાયટી, મીરા રોડ, થાણે-મુંબઇ) ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ભેજાબાજે મારે અર્જન્ટ છે એમ કહી ઉપરોકત બંનેને 1 હજાર રૂપિયાની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટમાં સુલભ પાસે રોકડ ટ્રાન્સફર કરાવ્યા બાદ ઉપાડીને લઇ લીધી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s