સુરત-મુઝફફરપુર સહિત 14 જોડી ટ્રેનોમાં પ્રવાસીઓની સુવિધા માટે વધારાના એક-એક કોચ જોડાશે

સુરત,તા.8 ઓક્ટોબર 2021,શુક્રવાર 

નવરાત્રીથી દિવાળીના તહેવારો અને તે પછીના દિવસ દરમિયાન પ્રવાસીઓને એક વધારાની સુવિધા મળી રહે તે માટે પશ્ચિમ રેલવેએ 14 જેટલી વિભિન્ન ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનું નક્કી કર્યું છે. સ્લીપર, સેકન્ડ સીટીંગ અને થ્રી-ટાયર એસીના એક-એક કોચ જુદી જુદી ટ્રેનોમાં જોડાશે.

સુરત-મુજફ્ફરપુર સહિત 14 જોડી ટ્રેનોમાં કુલ 19 જેટલા કોચ વધારાના જોડાતાં, પ્રવાસીઓને તહેવારોની સિઝનમાં થતી ભીડમાં મોટી રાહત મળશે. સુરત મુજફ્ફરપુર સ્પેશિયલ (09059-60) ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ તા.21 ઓક્ટોબરથી તા.18 નવેમ્બર દરમિયાન જોડાશે.

બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી લખનઉ, હરિદ્વાર, જેસલમેર, અજમેર, બિકાનેર, શ્રીગંગાનગર તથા દાદરથી ઉપડનારી ભગત કી કોઠી, બિકાનેરની 2, ઇન્દોરથી ઉપડનારી જોધપુરની 2 તથા ઓખાથી ઉપાડનારી વારાણસી અને જયપુરની ટ્રેનમાં વધારાનો એક-એક કોચ જોડવામાં આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s