સુરત : બજારમાં જોવા મળતા 3D રિફલેક્શન દીવા ગૃહિણીઓની પસંદ બન્યા

સુરત, તા. 08 ઓક્ટોબર 2021 શુક્રવાર

નવરાત્રી અને દિવાળી બન્ને તહેવારોમાં દીવાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે શહેરની બજારોમાં થ્રિ ડી રિફલેક્શન વાળા દીવાની માગ જોવા મળી રહી છે. આ માંગ સુરતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ છે.

તહેવારોને લઈને બજારમાં અવનવા પ્રકારના દીવા જોવા મળતા હોય છે. શરૂઆતના વર્ષોમાં કોડિયાના દિવાનું પ્રચલન હતું જેમાં તેલ અને દિવેટ મુકવાની જુદી જુદી ટેક્નિક પણ હતી જો કે હવે તે ઘટતું જઈ રહ્યું છે. થોડા વર્ષો પહેલા સુધી માટીના પણ અલગ અલગ શેપના દીવાઓની જ માંગ બજારમાં રહેતી હતી. પરંતુ હવે તેની જગ્યા અલ્ટરનેટિવ દીવાએ લઈ લીધી છે. હાલ ગૃહણીઓમાં રિયુઝેબલ દિવાનો ક્રેઝ વધ્યો છે. આ દીવા થ્રી ડી રિફ્લેક્શનના છે. તેને પાણીમાં તેમજ જમીન પર એમ બન્ને રીતે ઉપયોગમાં લઈ શકાતા હોવાને કારણે મહિલાઓમાં આકર્ષણ ઉપજાવી રહ્યા છે. 

આદિવાસીઓમાં પણ તેલ અને દિવેટ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેની ટેક્નિક થોડી બદલાય છે. આ દીવા પ્રગટાવ્યા બાદ અલગ અલગ પ્રકારની પેટર્ન જમીન કે પાણીમાં જોવા મળે છે. જેને લઇને બાળકોમાં પણ આ દિવા પસંદીદા બન્યા છે. સુરતમાં જ દીવાનું પ્રોડક્શન કરતા વેપારીના જણાવ્યા અનુસાર પહેલા આ પ્રકારના દીવાની દેશ બહારથી આવતા હતા. જોકે હવે સ્થાનીય લેવલ ઉપર પણ બનાવવામાં આવી રહ્યા છે. આ દીવાની ડિલિવરી માત્ર સુરતમાં જ નહીં પરંતુ હૈદરાબાદ, કોલકત્તા, મહારાષ્ટ્રમાં પણ કરાઈ રહી છે.

ગૃહિણી નેહા રાણાએ કહ્યું કે, આ દીવાનો ઉપયોગ સરળ છે અને તેમાં જોવા મળતી અવનવી પેટર્નને કારણે જ્યારે દીવા પ્રગટાવીએ છીએ ત્યારે રળિયામણા દ્રશ્યો જોવા મળે છે. તેમજ એકવાર ખરીદ્યા પછી ત્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી તેને વાપરી શકાય છે જે સારી બાબત છે. જેને લઈને અમે તેની ખરીદી કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s