પાંડેસરામાં જન્મ બાદ નવજાતનું મોત, 108 જલ્દી નહી આવ્યાનો આક્ષેપ


મહિલાએ
ઘરમાં જ બાળકીને જન્મ આપ્યો હતોઃ એમ્બ્યુલન્સ સમય પર પહોંચી હતી પણ માતા-બાળકી ઘરે
નહોતા

સુરત :

 પાંડેસરામાં આજે સવારે મહિલાની ઘરે પ્રસૂતિ થતા
નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. જોકે
108 એમ્બ્યુલન્સ સમયસર નહી આવતા બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ તેના  સંબંધીએ કર્યા હતા.

<

p class=”12News”> નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા
વિસ્તારમાં રહેતી
26 વર્ષીય મોન્ટુબેન યાદવને આજે વહેલી સવારે પ્રસૂતિની પીડા થઈ હતી.  ઘરે જ પ્રસુતિ થતા નવજાત બાળકીને જન્મ આપ્યો
હતો. બાળકીની હાલત ગંભીર હતી. જેથી
108માં નવી સિવિલ
હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. બાળકીના સંબંધીએ
કહ્યુ કે  પ્રસૃતિ થયા બાદ
108ને જાણ કરી હતી પણ 108 સમય પર ન આવતા બાળકીનું મોત
થયુ હોવાના આરોપ મુક્યો હતો. જયારે સુરત
108ના ઓફિસર
ફિયૈઝખાન પઠાણે કહ્યુ કે એમ્બ્યુલન્સ સમય પર જ ઘરે પહોચી ગઇ હતી. પણ ઘરે નવજાત
બાળકી અને તેની માતા ન હતા. બાળકીના પિતા હતા. માતા અને બાળકીને નજીકની ખાનગી  હોસ્પિટલમાં 
ખસેડાયા હતા. તેથી ત્યાંથી 
પ્રાઇવેટ હોસ્પિટલ પહોચીને બાળકીને ઇ.એમ.ટી.એ ચેક કર્યુ ત્યારે બાળકી મૃત
હાલતમાં હતી. પણ તેમના પરિવારના સભ્યો ને બાળકી જીવતી હોવાની શંકા હતી. તેથી
સિવિલમાં લઇ ગયા હતા. ત્યાં બાળકીને મૃત જાહેર કરાઇ હતી. તેમના પરિવારજનો ખોટા
આક્ષેપ કરી રહ્યા છે.  મોન્ટુબેન મુળ
ઉતરપ્રદેશના બાંદાના વતની છે. તેને 
સંતાનમાં એક પુત્રી છે. તેના પતિ મજુરી કામ કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s