ડિવોર્સ માટે પત્નીને દબાણ કરનાર પતિને ભરણપોષણ ચૂકવવા હુકમ


સુરત


નવસારીના કોન્ટ્રાક્ટર પતિએ ઘરેલું હિંસા આચરી પત્નીને ઘરમાંથી કાઢી મુકતા ફેમીલી કોર્ટમાં ધા નાખી હતી

સુરતના
ઈચ્છાનાથ વિસ્તારમાં રહેતી ત્યક્તા પરણીતાએ 
ઘરેલું હિંસાના કાયદા હેઠળ ક નવસારીના કોન્ટ્રાક્ટર પતિ પાસેથી વચગાળાના ભરણ
પોષણની કરેલી માંગને આજે સુરત ફેમીલી કોર્ટના જજ બીનાબેન એસ.ચૌહાણે માન્ય રાખી કેસનો
નિકાલ ન આવે ત્યાં સુધી  પત્ની ને માસિક રૃ.10 હજાર લેખે ભરણ પોષણ ચુકવવા હુકમ કર્યો છે.

સુરતના ઈચ્છા
નાથ ખાતે રહેતા વિધાતાબેનના લગ્ન વર્ષ-2002માં નવસારીના લુન્સીકુઈ ખાતે રહેતા રાજેશભાઈ
સાથે થયા હતા.લગ્નજીવનથી એક પુત્રનો જન્મ થયા બાદ પતિ-સાસરીયાઓએ દ્વારા ઘરેલું હિંસા
આચરવાનું શરૃ કર્યું હતુ. અગાઉ પતિ-સાસરીયા દ્વારા યોગ્ય સારવાર કરાવવાને બદલે પિયરીયાઓ
પાસેથી જ ખર્ચ કરાવવા ત્રાસ આપતા હોવાથી સગર્ભા વિધાતાબેનને મીસકેરેજ થવા પામ્યુ ંહતુ.

નવસારીમાં
કોન્ટ્રાક્ટર તરીકે ધંધો કરતા રાજેશભાઈએ સગીર પુત્રને પણ તેની માતા વિરુધ્ધ ખોટી
ચડામણી કરીને પોતાના પક્ષમાં કરી લઈ તા.8-7-17 ના રોજ વિધાતાબેનને ત્રાસ આપીને
ઘરમાંથી કાઢી મુક્યા હતા.પતિ દ્વારા લગ્નબાહ્ય સંબંધ હોઈ છુટાછેડા માટે દબાણ કરી
કાઢી મુક્યા બાદ ભરણ પોષણની વ્યવસ્થા કરી નહોતી. જેથી ત્યક્તા વિધાતાબેને
પ્રીતીબેન જોશી તથા કુ.શિવાની ચાહવાલા મારફતે ઘરેલું હિંસાના કાયદા હેઠળ મૂળ અરજી
ચાલે ત્યાં સુધી વચગાળાના ભરણ પોષણ માટે માંગ કરી હતી.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s