સુરત: IPLની મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા સૈયદપુરાનો યુવાન ઝડપાયો


– રોયલ ચેલેન્જર્સ અને સનરાઇજર્સ હૈદરાબાદની મેચ પર બોલ ટુ બોલ સટ્ટો રમતો હતો, ઓનલાઇન હિસાબ મુજબ હારજીતની રકમ ચુકવતો હતો

સુરત,તા.7 ઓક્ટોબર 2021,ગુરૂવાર

સૈયદપુરા લેખડીયા શેરીમાંથી આઇપીએલની મેચ પર બોલ ટુ બોલ ઓનલાઇન સટ્ટો રમી રહેલા યુવાનને ઝડપી પાડી લાલગેટ પોલીસે રોકડ અને મોબાઇલ ફોન મળી રૂ. 25 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

લાલગેટ પોલીસે સૈયદપુરા મેઇન રોડ લેખડીયા શેરીમાંથી જેનીશ ઉર્ફે જીમી સતીષ પારેખ (ઉ.વ. 31 રહે. ઘર નં. 7/3096, ચંદુલાલ શેઠની શેરી, સૈયદપુરા) ને મોબાઇલમાં ઓનલાઇન વેબસાઇટ પર પોતાના નામના આઇડી-પાસવર્ડ થકી આઇપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇજર્સ હૈદરાબાદની મેચ પર બોલ ટુ બોલ લાઇવ સ્કોર ઉપર સટ્ટો રમી રહ્યો હોવાનું જણાયું હતું. જેથી પોલીસે જેનીશની ધરપકડ કરી તેના પાસેથી રોકડા રૂ. 5280 અને મોબાઇલ ફોન કબ્જે લીધો હતો. જેનીશની પૂછપરછમાં ઓનલાઇન સટ્ટો રમવા માટે એપ્લિકેશન અને આઇડી-પાસવર્ડ સંકેત ખુસ્મનલાલ કણીયા (રહે. કાછીયા શેરી, સૈયદપુરા) એ આપ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે સંકેતને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મેચ પૂર્ણ થયા બાદ હારજીતનો તમામ હિસાબ ઓનલાઇન વેબસાઇટ પર આવતો હતો અને બીજા દિવસે સંકેત સાથે હારજીત મુજબ રોકડની આપ-લે કરતો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s