સુરત: રિંગરોડ ખાતે આવેલ ગુડલક માર્કેટ સોલાર પેનલથી માર્કેટની વીજળી સૌર ઉર્જાથી ઉત્પ્ન્ન કરવામાં આવશે

સુરત,તા.7 ઓક્ટોબર 2021,ગુરૂવાર

ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે ગુજરાતમાં સૌથી ઉત્તમ કાર્ય થઇ રહ્યું છે. તેવાંમાં એશિયાની સૈથી મોટી સુરત કાપડ માર્કેટ દ્વારા વીજળીના ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે તૈયારી કરી દીધી છે. રિંગરોડના ગુડલક કાપડ માર્કેટમાં પહેલા વરસાદના પાણીની બચત અને હવે સૌર ઉર્જાથી વીજળીની બચત માટે 128 સોલર પેનલ લગાવવામાં આવી છે. સૌર ઉર્જાના વધારે ઉપયોગ અને વીજળી બચતના દૂરંદેશી સ્વપ્નને સાકાર કરવા માટે રોજના કરોડો રૂપિયાના કાપડ વેપાર કરનાર સુરતના વેપારીઓએ હવે જાગૃતતા બતાવી છે. સુરત કાપડ માર્કેટમાં પહેલા સોલાર પાવર પ્લાન્ટ લગાવવા માટે પહેલું જશ માર્કેટ અને હવે ગુડલક માર્કેટ બીજું માર્કેટ બન્યું છે.

આ અંગે ગુડલક માર્કેટ ના વ્યાપારી દિનેશભાઇ કહે છે કે અમારી માર્કેટમાં 260 કરતા વધારે દુકાનો છે. બે પેસેન્જર અને એક ગુડ્સ લિફ્ટ ઉપરાંત મોટર બોરિંગ, સીસીટીવી કેમેરા, અસંખ્ય પેસેજ અને અન્ય જગ્યાઓ પર લાઇટને કારણે દરરોજ 200 યુનિટ વીજળી વપરાય છે. સ્થાનિક માર્કેટ હોવાના કારણે અહીં રાત દિવસ વીજળીના બિલનો ઉપયોગ થાય છે. અને દર મહિને 55 થી 60 હજાર બિલ આવે છે.તેથી અમે સૌર ઉર્જા થકી વીજળી ઉતપન્ન કરવાનું નક્કી કર્યું અને માર્કેટ પરિસરમાં જ એક પાર્કિંગની જગ્યામાં લગભગ દોઢ મહિનાથી સોલાર પેનલ લગાવવાનું શરૂ કર્યું હતું.હવે બે ત્રણ દિવસમાં આખા ગુડલક માર્કેટની વીજળી સૌર ઉર્જાથી ઉત્પ્ન્ન થશે. પરિસરમાં ઓછામાં ઓછા દસ ફિટ ઊંચાઈ પર સાડા ચાર હજાર ચોરસ મિત્ર એરિયામાં 128 સોલાર પેનલ લગાવવામાં આવી છે. જયારે માર્કેટની અગાસીને બીજી યોજના માટે હાલ ખાલી રાખવામાં આવી છે.

આગામી દિવસોમાં ગુડલક માર્કેટમાં હજુ 50 કિલોવોટનો સોલાર પાવર પ્લાન્ટ પણ લગાવવામાં આવનાર છે. આ માટે પણ પાર્કિંગ પરિસરનો ઉપયોગ કરવામાં આવશે. ભવિષ્યમાં સોલાર પાવર પ્લાન્ટ લગાવીને બધી દુકાનો સુધી સૌર ઉર્જાથી વીજળી મોકલવામાં આવશે. જેનાથી દરેક દુકાનદારનું મહિને 1500 થી 2000 રૂપિયા બિલ બચી શકશે. આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે. સોલાર પાવર પ્લાન્ટની શરૂઆત થતા જ ગુડલક માર્કેટમાં 128 સોલાર પેનલથી પ્રતિ દિવસ 300 યુનિટ વીજળીનું ઉત્પાદન થઇ શકશે. અને માર્કેટ દ્વારા તેનો 100 ટકા ઉપયોગ કરવામાં આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s