સુરત: ટીઆરબી જવાનને કચડી મારવાની ધમકી આપનાર ટેમ્પો ચાલકની ધરપકડ


– સલાબતપુરા સાંઇ દર્શન માર્કેટ ચાર રસ્તા પોઇન્ટ બંધ હોવા છતા ટ્રાફિકને અડચણ રૂપ ટેમ્પો ઉભો રાખ્યો, ટીઆરબીએ ઠપકો આપતા ગાળાગાળી કરી માર માર્યો

સુરત,તા.7 ઓક્ટોબર 2021,ગુરૂવાર

સલાબતપુરા સાંઇ દર્શન માર્કેટ ચાર રસ્તા ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિકને અડચણ રૂપ ટેમ્પો પાર્ક કરવા બદલ ઠપકો આપનાર ટીઆરબી જવાનને કચડી મારવાની ધમકી આપનાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસનો ટીઆરબી વિનોદ ભરતસિંહ બધેલ (ઉ.વ. 28 રહે. મહાદેવનગર, ડીંડોલી) સલાબતપુરા સાંઇ દર્શન માર્કેટ ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યો હતો. દરમિયાનમાં ઉમરવાડા ટેકરા તરફથી આવી રહેલા વાહનોને સિગ્નલ બંધ હોવાથી અટકાવ્યા હતા. પરંતુ ટેમ્પો નં. જીજે-5 બીડબલ્યુ-6124 ના ચાલકે ટ્રાફિક પોઇન્ટ બંધ હોવા છતા ટેમ્પો ચાર રસ્તા પર વાહનને અડચણ રૂપ ઉભો રાખ્યો હતો. જેથી ટીઆરબી વિનોદે ટેમ્પાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી અકળાયેલા ટેમ્પો ચાલકે તમે લોકો ખોટી રીતે અમને હેરાન કરો છો તેમ કહી ગાળાગાળી કરી વિનોદ સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. જેને પગલે અન્ય ટીઆરબી જવાનો દોડી આવતા એક્સિડન્ટમાં મારી નાંખીશ તેવી ધમકી આપી ભાગી જનાર ટેમ્પો ચાલક નાનામીયા ભનીમીયા પટેલ (ઉ.વ. 43 રહે. 158, બેઠી કોલોની, ઉમરવાડા) ની ધરપકડ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s