સુરતનાં ડાયરામાં અરવિંદ ત્રિવેદીની શિવતાંડવની પ્રસ્તુતિથી લોકો ઝૂમી ઉઠતા

સુરતમાં કેટલાક
નાટકો કર્યા તો  ત્રણથી ચાર ડિરેક્ટર સાથે ફિલ્મો
પણ કરી : તાપી નદીનું ભારે આકર્ષણ હતુ

સુરત

‘લંકેશ’ નામથી
જાણીતા નખશીખ એક્ટર અરવિંદ ત્રિવેદીનું પરલોકગમન થતા ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ
છે. ગુજરાતી હિન્દી ફિલ્મો, સિરીયલ તથા નાટકોમાં અભિનયથી પોતાની આગવી છાપ ઉભી કરનાર
અરવિંદ ત્રિવેદીએ સુરતમાં પણ કેટલાક નાટકો કર્યા હતા અને સુરતની ડિરેક્ટર્સ સાથે ફિલ્મો
પણ કરી છે. તો સુરતમાં થયેલા કેટલાક ડાયરામાં પણ તેમના અવાજમાં શિવતાંડવની રમઝટ બોલાતી.

અરવિંદ ત્રિવેદીના
નિકટના મિત્ર અને ડાયરાના કલાકાર અરવિંદ બારોટે જણાવ્યુ કે અરવિંદભાઇને સુરતની તાપી
નદીનું ખુબ આકર્ષણ હતુ. તાપી અને કર્ણની કથા સાંભળ્યા બાદ તેઓ અશ્વિનિકુમાર ઓવારા પર
પણ દર્શન માટે ગયા હતા. સુરતમાં યોજાયેલા ત્રણ કે ચાર ડાયરામાં અરવિંદ ત્રિવેદી પણ
હાજર હતા. તેઓ ડાયરામાં તેમનું રામાયણનું પ્રસિદ્ધ શિવતાંડવ તેમના પહાડી અવાજમાં રજૂ
કરતા અને એ સાથે જ આખો ડાયરો ઝૂમી ઉઠતો. આ સાથે તેઓ રામાયણના સંવાદો પણ રજૂ કરતા. સુરતમાં
તેમણે થોડા નાટકો પણ ભજવ્યા છે. સુરતના જાણીતા દિગ્દર્શક જશવંત ગાંગાણી સાથે તેમણે
બે ફિલ્મો કરી છે જેમાં મૈયરમાં મનડુ નથી લાગતુ અને માંડવડા રોપાવો માણારાજનો સમાવેશ
થાય છે. આ સિવાય જશવંતભાઇની લખેલી ૨૦ જેટલી ફિલ્મો પણ તેમણે કરી છે. ગાંગાણીના મતે
પ્રોડયુસરને પરેશાન નહી કરવામાં તેમને પહેલો નંબર આવે એ અભિનયના દાદા હતા. સુરતના જ
અન્ય એક ડિરેક્ટર ગોવિંદ સાકરીયા સાથે પણ તેમણે બે ફિલ્મો કરી જેમાં દાદાને આંગણે તુલસી
અને કડવાચૌથનો સમાવેશ છે. તો સુરતના પ્રોડયુસર પ્રવિણ ઘોઘારી સાથે પણ એક ફિલ્મ મોટા
ખોરડાની ખાનદાની કરી હતી. ૨૦૦૧માં કન્યાદાન નામની ફિલ્મ બની હતી. જેમાં આસી. ડિરેક્ટર
તરીકે સુરતના મહેશ પટેલ ગેરીતા હતા તેમણે આ ફિલ્મમાં નાનકડો રોલ પણ કર્યો હતો. પણ કોઇ
કારણસર આ ફિલ્મ રીલીઝ થઇ શકી ન હતી. આ સિવાય બહુચર્ચીત અને સરકાર દ્વારા પ્રતિબંધીત
પાવર ઓફ પાટીદાર ફિલ્મમાં શંકર સિંહ વાઘેલાના પાત્ર માટે પ્રથમ તેમનો સંપર્ક કરાયો
હતો પણ તબીયત નાદુરસ્ત હોવાના કારણે એ રોલ રઝામુરાદે કર્યો હતો એવુ પ્રોડયુસર દીપક
સોનીએ જણાવ્યુ હતુ. આ સિવાય પણ સુરતના કેટલાક નિર્માતા અને કલાકારો સાથે તેમણે કામ
કર્યુ છે. તો સુરતમાં કેટલાક જાહેર કાર્યક્રમો તેઓ અતિથિ રૃપે પણ આવી ચુક્યા છે. સુરતના
પીઢ નાટકકાર સ્વ. વસંત ઘાસવાલા સાથે આબુમાં બ્રહ્માકુમારીના ેએક કાર્યક્રમમાં તેઓ વચ્ચે
ત્રણ દિવસ નાનકડી દોસ્તી ગોઠડી થઇ હતી.

 

મોરારીબાપુની
કથામાં જય લંકેશથી કથા મંડપ ગૂંજ્યો

<

p class=”MsoNormal” style=”margin-bottom:.0001pt;line-height:normal;”>વર્ષ ૨૦૦૦ની
મોરારીબાપુની રાપરની કથામાં અરવિંદ ત્રિવેદીએ હાજરી આપી હતી. તેમણે કથા સ્ટેજ પરથી
શિવતાંડવનું ગાન કર્યુ હતુ. એ સમયે કથા મંડપ જય લંકેશના નાદથી ગૂંજી ઉઠયો હતો. અરવિંદ
ત્રિવેદીનાં ૧૮ મિનિટનાં આજે વાયરલ થયેલા વિડીયોમાં પોતે એકલવ્યની માફક મોરારીબાપુને
ગુરૃ માનતા હોવાનું જણાવ્યુ હતુ. અને રાવણના રોલ પ્લે કરતા પહેલા મોરારીબાપુના આશીર્વાદ
પણ લીધા હતા. તેમણે કહ્યુ હતુ કે રાવણના પાત્રથી રામકૃપા થઇ અને લંકાથી લોકસભા સુધી
પહોંચી ગયો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s