માનસિક બિમાર બાળક સાથે 70 વર્ષના વૃધ્ધે જાહેરમાં બે વખત સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય કર્યું


– પુણાની સોસાયટીની બહાર બાંકડા ઉપર વિકૃત કૃત્ય

– કોઈકે વૃદ્ધનો વિડીયો બનાવી વાયરલ કરતા બાળકના પિતાને પરિચિતે જાણ કરી : અન્ય બાળકોનું પણ શારીરિક શોષણ કર્યાની આશંકા

સુરત, : સુરતના પુણા વિસ્તારની એક સોસાયટીની બહાર બાંકડા પર બેસી સોસાયટીના જ સાડા આઠ વર્ષના માનસિક બિમાર બાળક સાથે સરેઆમ બે વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા વૃદ્ધનો વિડીયો કોઈકે બનાવી વાયરલ કરી દીધો હતો. વાયરલ વિડીયો અંગે બાળકના પિતાને બાજુની સોસાયટીમાં રહેતા પરિચિતે જાણ કરતા તે વિડીયો જોઈ કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા. કાપોદ્રા પોલીસે વૃદ્ધ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેણે અન્ય બાળકોનું પણ શારીરિક શોષણ કર્યું હોવાની આશંકા સાથે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા 43 વર્ષીય રત્નકલાકારનો 8 વર્ષ 7 માસનો પુત્ર વિજય ( નામ બદલ્યું છે ) માનસિક બિમાર છે. રત્નકલાકાર ગત મોડીરાત્રે નોકરીએથી ઘરે પરત ફર્યા ત્યારે બાજુની સોસાયટીમાં રહેતા એક પરિચિતનો મિસ્ડ કોલ આવતા તેમણે ફોન કર્યો તો પરિચિતે પૂછ્યું હતું કે કોઈ સમાચાર મળ્યા? રત્નકલાકારે મેં કોઈ સમાચાર સાંભળ્યા નથી તેમ કહેતા પરિચિત થોડીવારમાં તમારા ઘરે આવું છું કહી ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી સોસાયટીમાં રહેતા વસરામભાઈ પદમાણીએ તમારા દિકરા વિજયને ગત રવિવારે બપોરે બે વાગ્યે અને મંગળવારે સાંજે ચાર વાગ્યે સોસાયટીની બહાર રાખેલા બાંકડા ઉપર બેસી ગંદુ કામ કર્યું છે. આમ કહી પરિચિતે વિડીયો બતાવ્યો હતો.

વિડીયોમાં બંને દિવસે વસરામભાઈ વિજયને ખોળામાં બેસાડી પોતાનું ગુપ્તાંગ તેના હાથમાં પકડાવતા અને બાદમાં વિજયનો પેન્ટ ઉતારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા નજરે ચઢ્યા હતા.આથી રત્નકલાકાર કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિડીયો બતાવતા પોલીસે બંનેનું તબીબી પરીક્ષણ કરાવ્યા બાદ આજરોજ 70 વર્ષના વસરામભાઈ પદમાણી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઈક સ્થાનિકે જ માનસિક વિકૃત વૃદ્ધનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.કાપોદ્રા પોલીસે વૃદ્ધે અન્ય બાળકોનું પણ શારીરિક શોષણ કર્યું હોવાની આશંકા સાથે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s