મજુરા ગેટ પાસે નાઇટ વોક વેળા ઘટના: I.T ના ટેક્સ આસી. ના મોબાઇલનું સ્નેચીંગ, પીછો કર્યો તો રૂ. 25 હજાર પડાવ્યા !

– કોલ કરી ડિપાર્ટમેન્ટની ઓળખ આપી ફોન પરત માંગતા કિન્નરી પાસે બોલાવી ચપ્પુ બતાવી રૂ. 50 હજાર માંગ્યાઃ ઘટના અંગે પોલીસને શંકા

સુરત
મજૂરા ગેટ આયકર વિભાગ પાસે નાઇટ વોકમાં નીકળેલા આયકરના ટેક્સ આસીસ્ટન્ટના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી ભાગેલા સ્નેચરનો રાહદારી બાઇક સવાર અને રીક્ષામાં પીછો કરી મોબાઇલથી સંર્પક કરી ફોન પરત આપવાનું કહ્યું હતું. જેથી સ્નેચરે ફોન પરત આપવા ચપ્પુની અણીએ બાનમાં લઇ 25 હજાર પડાવી લઇ મોબાઇલ પરત આપ્યો હતો.
મજૂરા ગેટ સ્થિત આયકર ભવનમાં સિનીયર ટેક્સ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અંકુશકુમાર બિજેન્દ્રસીંગ (ઉ.વ. 29 રહે. સી/03-22 ઇન્કમ ટેક્સ કોલોની, મજૂરા ગેટ) ગત રાત્રે જમ્યા બાદ નાઇટ વોકમાં નીકળ્યા હતા. અકુંશ આયકર ભવન પાસેથી મોબાઇલ પર વાત કરતા જઇ રહ્યો હતો ત્યારે નંબર વગરની મોપેડ પર સ્નેચર ઘસી આવ્યો હતો. સ્નેચરે મોબાઇલ આંચકી મજૂરા ગેટ તરફ ભાગી જતા અકુંશે રાહદારી બાઇક સવારની મદદથી પીછો કર્યો હતો. રસ્તામાં મજૂરા ગેટ પોઇન્ટ પર ઉભેલા ટીઆરબી જવાનના મોબાઇલ પરથી પોતાના મોબાઇલ પર ફોન કરી સ્નેચરને કહ્યું હતું કે હું આઇટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરૂ છું અને ફોન પણ ડિપાર્ટમેન્ટનો છે, તારા કોઇ કામનો નથી એમ કહી ફોન પરત આપવા કહ્યું હતું. અકુંશે ફોન આપવા મજૂરા ગેટ આવવાનું કહેતા સ્નેચરે ત્યાં પોલીસ હોવાનું કહી કિન્નરી સિનેમા પાસે બોલાવ્યો હતો. જેથી અંકુશ રીક્ષામાં બેસી કિન્નરી સિનેમાની બાજુની ગલીમાં સ્નેચર પાસે ગયો હતો. જયાં સ્નેચરે ચપ્પુ બતાવી 50 હજાર આપે તો જ મોબાઇલ આપશે એમ કહેતા અકુંશ ડરી ગયો હતો અને તેના બે મિત્ર અરવિંદ અને ગૌરવને બોલાવી 25 હજાર મંગાવી સ્નેચરને આપતા સ્નેચર ફોન આપી ભાગી ગયો હતો. જો કે આ સમગ્ર ઘટનાને પોલીસ શંકાની નજરે જોઇ રહી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s