દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 40 વર્ષમાં સફેદ સોનું ગણાતા કપાસના વાવેતરમાં ઘટાડો

– 1980 સુધી કપાસના ઢગલા ખડકાતા હતા પણ બાદમાં લશ્કરી ઇયળેતરખાટ મચાવતા ખેડૂતો
અન્ય પાકો તરફ વળી ગયા

– સફેદ સોનું ગણાતા
કપાસના વાવેતરમાં
1 કરોડ ગાંસડી સાથે ગુજરાત અવ્વલ

– મધ્ય, ઉતર, સૌરાષ્ટમાં વર્ષે ૪૫ હજાર કરોડનો કપાસ પાકે છે, 80
લાખ ખેડુત
, ખેત મજુરોનો જીવન નિર્વાહ ચાલે છે

       સુરત

વિશ્વ
કપાસ દિવસની થનારી ઉજવણી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કપાસનું વાવેતર છેલ્લા ચાર
દાયકમાં ખાસ્સુ એવુ ઘટી ગયુ છે. પરંતુ આજે પણ મધ્ય ગુજરાત
, ઉત્તર અને
સૌરાષ્ટ્રમાં કપાસનો મબલખ પાક લેવાય છે. જેના કારણે કપાસને સફેદ સોનું કહેવાય છે.
અને આજે પણ ભારતની અને ગુજરાતની આર્થિક કરોડરજ્જુ છે. સમ્રગ ભારતમાં સૌથી વધુ
કપાસના ઉત્પાદનમાં ગુજરાત
1 કરોડ ગાંસડી સાથે અવ્વલ નંબરે
છે.
80 લાખ ખેડુતો, ખેત મજુરો આજીવિકા
મેળવે છે. અને વર્ષે
45 હજાર કરોડની આવક કપાસમાંથી ખેડુતોને
થાય છે.

વિશ્વમાં
ઉજવાતા અનેક દિવસોમાં આવતીકાલ
7 મી ઓકટોબરના રોજ વિશ્વ કપાસ દિવસ પણ ઉજવાઇ રહ્યો છે. ત્યારે આઝાદી
પહેલાના કાળથી સમ્રગ દેશમાં દેશી કપાસની બોલબાલા હતી. ઘરે ઘરે હાથ ચરખા પર વણાયેલી
ખાદી તેમજ કાપડના વપરાશનું ચલણ હતુ. દક્ષિણ ગુજરાતના કપાસના પાક વિશે દક્ષિણ
ગુજરાત ખેડુત સમાજના માજી પ્રમુખ જયેશ પટેલે (દેલાડ) કહ્યું કે
, દક્ષિણ ગુજરાતમાં સને 1980 સુધી કપાસનું ભારે ચલણ
હતુ. ખેડુતો સૌથી વધુ કપાસનું  જ વાવેતર
કરતા હોવાથી જીન મિલોના ગોડાઉનોમાં કપાસના ઢગલે ઢગલા ખડકાતા હતા. પરતુ લશ્કરી ઇયળે
એવો તરખાટ મચાવ્યો કે ખેડુતોએ કપાસના પાકના બદલે અન્ય પાક તરફ વળ્યા હતા. દક્ષિણ
ગુજરાતમાં પિયતની સારી એવી વ્યવસ્થા હોવાથી
1980 થી ખેડુતો
શેરડી તરફ વળ્યા હતા. તે આજદિન સુધી શેરડીનો પાક લઇ રહ્યા છે.

એવુ નથી
કે દક્ષિણ ગુજરાતના ખેડુતોએ કપાસનો પાક લેવાનું સદતર બંધ કરી દીધુ છે. આજે પણ
નર્મદા
, ભરૃચ,
સુરત જિલ્લાના ઓલપાડ તેમજ તાપી જિલ્લાના નિઝરમાં કપાસનું વાવેતર થાય
જ છે. જયારે મધ્ય ગુજરાત
, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડુતો
આજે પણ મબલખ પાક લઇ રહ્યા છે. સમ્રગ ભારતમાં સૌથી વધુ ગુજરાતમાં
1 કરોડ ગાંસડી કપાસ દર વર્ષે પાકે છે. આ પાકને કારણે  વર્ષે દહાડે ૪૫ હજાર કરોડ ની આવક થાય
છે.જેમાંથી
80 લાખ ખેડુતો અને ખેતમજુરોનું જીવન નિર્વાહ થાય
છે.

સોળમી સદીથી
જોવા મળતા કપાસ વિશે અવનવી વાતો

–  કપાસનો ઉલ્લેખ ઋગવેદમાં પણ જોવા
મળે છે.


મોહેંજોદડોની સંસ્કૃતિના અવશેષોમાં પણ કપાસના અવશેષો જોવા મળ્યા
હતા.


ગુજરાતના સુરત, કાનમ, વાગડ
વિસ્તારમાં સોળમી સદીમાં કપાસનો ઉલ્લેખ છે.


ઇંગ્લેન્ડની કાપડ મિલોને અનુકુળ કપાસ માટે સંશોધન કરવાની
બ્રીટીશરોને ફરજ પડી.

–  ભરૃચી-1, સુરતી-1 ઘોઘારી જેવી જાતો પ્રચલિત હતી.


ગાંધીજીએ પણ ચરખાનું શરણુ લીધુ હતુ જે કપાસની આર્થિક અગત્યતા
દર્શાવે છે.


1986 માં બ્રીટીશરોએ સુરતમાં કપાસ સંશોધન યોજનાની શરૃઆત કરી હતી.


1951 માં સુરતથી પ્રથમ અમેરિકન કપાસની જાત દેવીરાજ બહાર પડાઇ હતી.

–  દેશનો સૌપ્રથમ દેશી શંકર કપાસ,
દેશી શંકર –7 પણ સુરત ખાતેથી અપાયો હતો.

–  સુરતના તાબા હેઠળ 17 જેટલા કેન્દ્રો સંશોધન કરતા હતા.

–  2004 માં કેન્દ્ર સરકારે બીટી
કપાસને માન્યતા આપતા ખેડુતોની ગાડી પાટે ચડી.

–  સુરતે1977
માં કલ્મી કપાસ
, ગુજરાત કપાસ-101 આપ્યો
તે પણ દેશમાં પ્રથમ છે.

દેશ
વિદેશમાં કપાસની શોધમાં સુરતને સ્થાન

<

p class=”12News”>સને-1896 માં સુરતમાં સંશોધન
કેન્દ્રની સ્થાપના થયા બાદ વિશ્વની તેમજ દેશની પ્રથમ શોધો જેવી કે દેવીરાજ
,
શંકર-4, ગુજરાત કપાસ-101, ગુજરાત કપાસ દેશી શંકર-7, બીટી બીજી-2, શંકર-6 બીટી બીજી-2, શંકર-8 સુરત કેન્દ્ર માટે યશકલગી સમાન છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s