તહેવારની ઉજવણી માટે કડકાઇ વચ્ચે ચાર દિવસ નવનિયુક્ત મંત્રીઓની રેલીઓ


માતાજીની
આરાધના, ગરબા રમવા નિયમોના પાલનનો આગ્રહ જ્યારે જન આશિર્વાદ યાત્રામાં ફુલહારના કાર્યક્રમો
પોલીસની હાજરીમાં થશે

        સુરત,

આવતીકાલથી શરૃ થતી નવરાત્રીમાં
સરકારની ગાઈડ લાઈનનો અમલ કરવામાં આવશે પરંતુ આગામી દિવસોમાં શરૃ થતી નવા ચુંટાયેલા
મંત્રીઓની રેલીમાં ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ થશે તેમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. માતાજીની
આરાધના અને રાજકીય કાર્યક્રમમાં તત્રની કામગીરી અલગ અલગ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા
મળી રહ્યો છે.

સુરતમાં રાજ્યના બે નવા મત્રીની
જન આર્શિવાદ યાત્રી નિકળી ચુકી છે અને આગામી દિવસોમાં ચાર દિવસ સુધી સુરતમાં જુદા જુદા
મત્રીઓની રેલીનું આયોજન કરવામાં આવશે. અગાઉ બે જન આર્શિવાદ યાત્રા નિકળી તેમાં કોવિડની
ગાઈડ લાઈનના ધજીયા જાહેરમાં ઉડાવવામા આવ્યા હતા. આવી જ રીતે આગામી દિવસોમાં સુરતમાં
ભાજપના મંત્રીઓની જન આર્શિવાદ યાત્રા નિકળશે તેમાં પણ કોવિડની ગાઈડ લાઈનનો ભંગ થશે
તે નક્કી છે.

<

p class=”12News” style=”text-align:justify;”>જો લોકો જાહેરમાં ભેગા થઈને બર્થ
ડે ઉજવતા હોય તેવો વિડિયો સોશ્યલ મિડિયામા આવે તો પોલીસ તેની ધરપકડ કરે છે પરંતુ રાજકીય
નેતાઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે જ માસ્ક વિના લોકોનું જાહેરમાં અભિવાદન સ્વીકારી રહ્યાં
છે અને ફુલહાર થઈ રહ્યાં છે તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામા ંઆવતી નથી. પ્રજા
જ્યારે તહેવારની ઉજળણી કરતી હોય ત્યારે પોલીસના જાહેરનામાનો ભંગ ગણીને પગલાં ભરવામાં
આવે છે. આમ પોલીસ દ્વારા પ્રજા અને રાજકારણીઓ માટે કોવિડના નિયમોના પાલન માટે અલગ અલગ
માપ દંડ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s