સુરત એરપોર્ટ પર દારૂની બોટલો સાથેની બેગ એક્ષ્ચેન્જ થતા ધમાચકડી : ગોવાની ફ્લાઇટનો પ્રવાસી દારૂ લાવ્યો, બેગ બદલાઇને ભરૂચના વકીલ પાસે પહોંચી


– વકીલ બેગ પોતાની હોવાનો ઇન્કાર કર્યોઃ પીએનઆર નંબરના આધારે તપાસી છેવટે બેગનો માલિક પીપલોદના યુવાન નીકળ્યો

સુરત
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો એરની ગોવા ફ્લાઇટના પેસેન્જરની બેગમાંથી વિદેશી બનાવટની ત્રણ બોટલ મળી આવી હતી. બે મુસાફરોની બેગ એક્ષ્ચેન્જ થઇ જતા પોલીસે બેગના પીએનઆર નંબરના આધારે મુસાફરનો સંર્પક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત એરપોર્ટ પર ગત રાત્રે ચેકીંગ દરમિયાન ભરૂચના વકીલ પરેશ અનિલ પંડયા (ઉ.વ. 50 રહે. બી 72, સેવન ફ્લોર, આર.કે. કાઉન્ટી, ભરૂચ) પાસેથી એક બેગમાંથી વિદેશી બનાવટના દારૂની ત્રણ બોટલ રૂ. 6480ની મત્તાની મળી આવી હતી. એરપોર્ટ પી.આઇ એમ.એમ. પુવારે વકીલ અનિલ પંડયાની પૂછપરછ કરતા તેમણે પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા પરંતુ બેગ પોતાની હોવાનો ઇન્કાર કર્યો હતો. જેથી એરપોર્ટ સિક્યુરીટી સ્ટાફે ઇન્ડિગો એરની ફ્લાઇટના પી.એન.આર નંબરના સ્ટીકરના આધારે પેસેન્જરની માહિતી મેળવતા બેગ કુશ અનીલ અસીજા (ઉ.વ. 23 રહે. જી/301, ચંદન પાર્ક સોસાયટી, સિટીલાઇટ રોડ, સુરત) નામના પેસેન્જરની હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી પોલીસે મોબાઇલ પર સંર્પક કરી કુશને તુરંત જ બોલાવી અટકાયતમાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે બેગ બે મુસાફરો વચ્ચે એક્ષ્ચેન્જ થઇ ગઇ જતા ધમાચકડી મચી હતી. જો કે મુસાફરની સર્તકતાને પગલે પોલીસે દારૂની બોટલ લાવનાર મૂળ માલિક સુધી પહોંચી શકી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s