ડિંડોલી તળાવ પાસે ધોળે દિવસે હત્યા કરનાર સૂત્રધાર વિકાસ શ્રીવાસ્તવ ગોવાથી ઝડપાયો


– પોલીસે ટુરીસ્ટ બનીને વોચ રાખી હતી

– વિકાસે પોલીસથી બચવા માતા-પિતાને વતન મોકલી દીધા અને પરિવારે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી દીધું

સુરત, : સુરતના ડિંડોલી તળાવ પાસે સંતોક રેસિડન્સી નજીક 11 માસ અગાઉ ધોળે દિવસે યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર મુખ્ય સૂત્રધાર વિકાસ શ્રીવાસ્તવને ડિંડોલી પોલીસે ગોવાથી ઝડપી લીધો છે. હત્યા કરી ફરાર થઈ ગોવા પહોંચી ત્યાં હાઈડ્રા ક્રેઈનના ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિકાસે પોલીસથી બચવા માતા-પિતાને વતન મોકલી આપ્યા અને પરિવારે સ્માર્ટ ફોનનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો. જોકે, પોલીસે તેની બાતમી મળતા ટુરીસ્ટ બની તેની ઉપર વોચ રાખી પકડી લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી તળાવ પાસે સંતોક રેસિડેન્સીમાં રહેતા અને અગાઉ ગેરેજ ચલાવતા પરંતુ લોકડાઉન બાદ ધંધો નહીં ચાલતા ગેરેજ બંધ કરી ફાઇનાન્સ કંપનીમાં ઉઘરાણી ક્લાર્ક તરીકે નોકરી કરતા 44 વર્ષીય મધુકરભાઈ સોનવણે ઉપર ગત 2 નવેમ્બર, 2020 ની બપોરે 2.30 ના અરસામાં તેમની સોસાયટીના ગેટ ઉપર જ બે બાઈક ઉપર આવેલા વિકાસ, મનજી સહિત ચારથી પાંચ વ્યક્તિએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા તેમને ગંભીર ઇજા થઈ હતી. મધુકરભાઈને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે જાણ થતા ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા બે ત્રણ દિવસથી સોસાયટીના છોકરાઓ વચ્ચે ઝઘડો ચાલતો હતો અને તેમાં દરમિયાનગીરી કરતા તેમના ઉપર હુમલો કરાયો હતો. પોલીસે આ ગુનામાં અમિત વર્માની ધરપકડ કર્યા બાદ થોડા સમય અગાઉ રીઢા ગુનેગાર મનજી ચૌધરીની ધરપકડ કરી હતી.

દરમિયાન, મધુકરભાઈની હત્યાનો મુખ્ય સૂત્રધાર વિકાસ સુશીલ શ્રીવાસ્તવ ફરાર થઈ ગયો હતો અને તેનું પરિવાર પણ સુરતમાં હાજર નહોતું. વર્ષ 2018 માં લગ્નેતર સંબંધમાં પ્રેમિકાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ઝડપાયેલો વિકાસ વર્ષ 2015-16 માં ગોવામાં રહેતો હોવાની હકીકતને પગલે ડિંડોલી પીઆઈ સાલુંકેએ હાથ ધરેલી તપાસમાં તે ત્યાં હોવાની હકીકત મળી હતી.આથી ડિંડોલી પોલીસ મથકના એએસઆઈ ચેતન વાનખેડે, હેડ કોન્સ્ટેબલ મયૂરધ્વજસિંહ અને કોન્સ્ટેબલ સંતોષ પાટીલ ટુરીસ્ટ બની ગોવા ગયા હતા અને વિકાસ અંગે માહિતી મેળવી તેના પર નજર રાખી તેને પણજીના તીસ્તાવાડી વિસ્તારમાંથી ઝડપી પાડી સુરત લાવ્યા હતા. તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે હત્યા કરી ફરાર થઈ ગોવા પહોંચી ત્યાં હાઈડ્રા ક્રેઈનના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. વિકાસે પોલીસથી બચવા માતા-પિતાને વતન મોકલી આપ્યા અને ગોવામાં પરિવાર સાથે રહેવા માંડી સ્માર્ટ ફોનનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s