ચીખલી થાલામાં ડ્રમમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

-પતિ જ આડાસંબંધની આશંકામાં પત્નીની
હત્યા કરી યુપી ભાગી ગયો

-મોટાપોંઢાનો ઇન્દ્રજીત ગૌતમ પત્નીની હત્યા કરી લાશ ડ્રમમાં પેક
કરી વતન જવાનું કહી મિત્રની ઇકો ભાડે કરી નીકળ્યો હતો પણ રસ્તામાં ડ્રમ ખુલી ગયું હતુ

-ઇકોના ચાલક અને તેના અન્ય મિત્રની ધરપકડ  

-મુખ્ય સુત્રધાર ઇન્દ્રજીતને શોધવા ટીમ યુપી રવાના

-ઇન્દ્રજીતને ચાર નાની દિકરી હોવાથી જે-તે સમયે ઇકોચાલક અને મિત્રએ
પોલીસને જાણ કરી ન હતી

નવસારી

ચીખલીના થાલા ગામે  નાળામાંથી એક મહિના અગાઉ ૩૫ વર્ષીય મહિલાની ગળુ
કાપી માથામાં ઘા ઝીકી હત્યા કરી પ્લાસ્ટીકના ડ્રમમાં ભરેલી લાશ મળી આવી હતી. જેમાં
એલસીબી પોલીસે વલસાડના કપરાડા તાલુકાના બે શખ્સોને ઝડપી પાડયા છે.આડા સંબંધમા વહેમમાં
પત્નીની હત્યા કરી ચાર બાળકીઓ સાથે વતન યુ.પી. ફરાર થયેલા યુ.પી.ના રહીશને પકડવા સ્પેશિયલ
ટીમ રવાના કરી છે.

એક મહિના અગાઉ તા.૨-૯-૨૧ના રોજ ચીખલીના
થાલા ગામે ગણદેવી રોડ પર સહયોગ સોસાયટી પાસે નાળામાંથી ગળુ કાપી હત્યા કરાયેલી અજાણી
૩૫થી ૪૦ વર્ષીય મહિલાની પ્લાસ્ટીકના ડ્રમમાંથી લાશ મળી આવી હતી. આ કેસમાં એલ.સી.બી.
પી.આઈ. વી.એસ.પલાસની ટીમ અને ટેકનીકલ સેલ દ્વારા સીસીટીવી કેમેરાના ફુટેજો મેળવી ટેકનીકલ
સેલની ટીમે એનાલીસીસ કરતા ગુનામાં ઈકો કાર (નં.જીજે-૧૫-એડી-૮૮૯૭)નો ઉપયોગ થયો હોવાનું
શોધી કાઢ્યું હતુ. આથી કારના માલિક બાબતે તપાસ કરતા રાકેશ મંગુભાઈ પટેલ (રહે.માંજપાડા
ગામ, તા.ધરમપુર, જી.વલસાડ) હોવાનું બહાર આવતા પોલીસે તેની પૂછપરછ કરતા પોતાના મિત્ર
ઈન્દ્રજીત શ્રીલાલમણી ગૌતમ (રહે. મોટાપોંઢા, ગામતળ ફળિયા, કલ્યાણભાઈના ભાડાના મકાનમાં
તા.કપરાડા, જી.વલસાડ, મૂળ રહે. મીરઝાપુર, યુ.પી.) વતન યુપી જવાનો હોય તા.૧-૦૯-૨૧ના
રોજ ઈકો ગાડી લઈ મૂકવા આવવા કહ્યું હતું. રાકેશ તેના મિત્ર વલ્લભ મનુભાઈ માઢા (રહે.ભંડારકચ્છ
ગામ, તા.કપરાડા,જી.વલસાડ) સાથે તેને મૂકવા ગયો હતો. આથી પોલીસે આ વલ્લભ માઢાની પૂછપરછ
કરતા બંન્ને ઉડાવ જવાબો આપવા લાગ્યા હતા. આથી પોલીસે બન્નેને નવસારી એલસીબી કચેરી લઈ
આવી કડક પૂછપરછ કરતા બન્નેના મિત્ર ઈન્દ્રજીત ગૌતમે પોતાની પત્નીના અન્ય સાથેના આડાસંબંધમાં
હત્યા કરી લાશ પ્લાસ્ટીકના ડ્રમમાં પેક કરી દીધી હતી. અને ચાર દીકરીઓ સાથે ઈન્દ્રજીત
વતન યુપી જવા માટે તેઓ સાથે કારમાં પત્નીના લાશ ભરેલું ડ્રમ મુકી સુરત સ્ટેશને મુકવા
જઈ રહ્યાં હતા. પરંતુ રસ્તામાં લાશ ભરેલું ડ્રમ પલટી જતા તેમાંથી દુર્ગંધ આવતા ડ્રમમાં
જોતા લાશ હોવાનો ભાંડો ફૂટયો હતો. આથી ભયભીત બનેલા રાકેશ અને વલ્લભે પુછતા લાશ ઈન્દ્રજીતે
પોતાની પત્નીની હોવાની કબૂલાત કરી હતી. અને લાશમાંથી ભારે દુર્ગંધ આવતા અને ડ્રમમાંથી
લીકેજ થતા લાશ ભરેલું ડ્રમ આગળ લઈ જવુ મુશ્કેલ હોય થાલા ગામની સીમમાં નાળામાં ફેકી
દીધું હતુ. લાશને સગેવગે કર્યા બાદ સુરત સ્ટેશન જવાને બદલે ઈન્દ્રજીતને અને તેની ચાર
બાળકી સાથે રાકેશ અને વલ્લભ વ્યારા સ્ટેશને મુકી આવ્યા હોવાની કબૂલાત કરી હતી. મુખ્ય
સૂત્રધાર મનાતા ઈન્દ્રજીતને પકડવા માટે પોલીસે સ્પેશિયલ ટીમ યુપી રવાના કરી છે. ઈન્દ્રજીતને
ચાર નાની દીકરીઓ હોવાથી રાકેશ અને વલ્લભે જે-તે સમયે પોલીસને જાણ કરી ન હતી. અને ઈન્દ્રજીતને
તેની બાળકીઓ સાથે યુ.પી. મોકલી આપ્યો હતો. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રૃ.૨.૫૦
લાખની ઈકો કાર, બે મોબાઈલ રૃ.૫ હજાર મળી કુલ રૃ.૨.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

ગળુ કાપી, માથામાં ઈજા
કરી હત્યા કરી હતી

આરોપી
ઈન્દ્રજીત ગૌતમ વલસાડના કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામે રહેતો હતો. અને ૧૦ વર્ષ અગાઉ
સહ આરોપી લેખાયેલી રાકેશ પટેલ અને વલ્લભ માઢા સાથે નોકરી કરતા એકબીજાના મિત્ર બન્યા
હતા. રાકેશ હાલ ડ્રાઈવીંગને ધંધો કરે છે અને વલ્લભ ખેતીકામ સાથે કલરકામ કેર છે. પત્નીની
હત્યા બાદ વતન યુપી જવા માટે ઈન્દ્રજીતે રાકેશ મિત્ર હોવાથી તેને સુરત સ્ટેશને મુકવા
માટે તેની કાર લઈને બોલાવ્યો હતો અને રીર્ટનમાં સંગાથ રહે તે માટે વલ્લભને પણ સાથે
લઈ આવવા કહેતા રાકેશ અને વલ્લભ કાર લઈને તેને સુરત મુકવા આવવા નીકળ્યા હતા. ઈન્દ્રજીતે
બે દિવસ અગાઉ જ પત્નીની હત્યા કરી લાશ ડ્રમમાં પેક કરી હશે. પી.એમ. રીપાર્ટમાં ગળુ
કાપી, માથામાં ગંભીર ઈજાને કારણે મૃત્યુ થયાનું બહાર આવ્યું હતુ.

 

CCTV માં ૧ હજાર ઈકોની ગતિવિધિ પોલીસે ચકાસી હતી

ગુનાની જગ્યા ને.હા.નં.૪૮નો રસ્તો  અને તેને જોડતાં રસ્તા ઉપર લગાવેલા સીસીટીવી કેમેરા
ફૂટેજ પોલીસે મેળવ્યા હતા. જેમાં રાકેશ પટેલની ઈકોકાર શંકાના ડાયરામાં આવી હતી. પોલીસે
રાકેશની ઈકોકાર જેવી અંદાજે ૧ હજાર જેટલી ઈકોકારની ગતિવિધિ તપાસી જોઈ અંતે રાકેશની
ઈકો કાર શંકાના દાયરામાં આવતા તેના આધારે આ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પરંતુ મુખ્ય સૂત્રધાર
ઈન્દ્રજીતની ધરપકડ બાદ જ સાચુ રહસ્ય બહાર આવશે.

 

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s