ચાર રાજ્યોની મંડીઓમાં કાપડ વેપારીઓના 100 કરોડના પેમેન્ટ ફસાયા

                                             

-કોલકત્તા, જબલપુર, નવી દિલ્હી અને હૈદરાબાદના વેપારીઓ પેમેન્ટ ચુકવતા નથીઃ 150 વેપારીઓની ફેડરેશનને અરજી

સુરત,

કોરોના
કાળને ગણે કારણે વેપારીઓનું બહારગામનું પેમેન્ટ ઘણાં સમયથી જામ થયું છે. માર્કેટના
દોઢસોથી વધુ વેપારીઓએ ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસો.ને બહારગામથી પેમેન્ટ
સમયસર નહીં આવતું હોવાની ફરિયાદ કરી છે.
4 રાજ્યોની મુખ્ય મંડીઓમાં રુ. 100 કરોડથી વધુની રકમ વેપારીઓને મળી નથી.

કાપડ
બજારના વેપારીઓની કોરોના કાળ પહેલાંની રકમ મળી નથી
, એવી ફરિયાદ સંખ્યાબંધ વેપારીઓની છે.
બહારગામ પેમેન્ટ ફસાયું હોય તો જણાવવા માટે ફોસ્ટાએ અપીલ કરતાં
150થી વધુ અરજીઓ મળી છે. પશ્ચિમ બંગાળના કોલકત્તા, મધ્યપ્રદેશના
જબલપુર
, નવી દિલ્હી અને હૈદરાબાદના વેપારીઓ પૈસા ચૂકવતા નહીં
હોવાનું જણાવવામાં આવ્યું હતું.

દેશની આ
4 મુખ્ય મંડીઓમાં
વેપારીઓની અંદાજે રુ.
100 કરોડથી વધુની રકમ સલવાઈ છે,
એમ ફોસ્ટા ટ્રેડર્સ વેલ્ફેર કમિટીના ચેરમેન ગોકુલ બજાજે કહ્યું
હતું. કેટલાક વેપારીઓને છ મહિનાથી રકમ મળી નથી. તો કેટલાકની બે વર્ષ પહેલાની રકમ
છે. વેપારીઓની ફસાયેલી રકમ વાતચીતના માધ્યમથી નીકળી જાય તેવા પ્રયત્ન વેલ્ફેર
કમિટી દ્વારા કરવામાં આવે છે અને ઘણાં કિસ્સામાં તો સફળતા પણ મળી છે. દેશના જુદા
જુદા રાજ્યોમાં આવેલી નાની મોટી મંડીઓ સાથે વેપાર કરતાં કાપડબજારના વેપારીઓ
પેમેન્ટ સમયસર નહીં મળવાના કારણે ભીંસમાં મુકાયાં છે. પેમેન્ટ માટે જ્યારે દબાણ
કરવામાં આવે ત્યારે વેપારીઓ મચક આપતા નહીં હોવાની અને ઘણીવાર તો માલ રિટર્ન કરવાની
ચીમકી પણ આપતા હોય છે. ત્રણ-ચાર મહિનાની ઉધારી ઘણીવાર તો બબ્બે વર્ષ સુધી આવતી
નથી.
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s