ગુજસીટોકના ગુનામાં નામ ખુલતા કુખ્યાત અશરફ નાગોરીનો એક સાગરીત દુબઈ ભાગી ગયો

– અન્ય એક સાગરીત રાંદેરનો મોહંમદ ઉમર પોઠીયાવાલા બાંગ્લાદેશ ભાગી ગયો હતો

– મોહંમદ ઉમર સહિત બેને ઝડપી લેવાયા

સુરત, : ગુજરાત એટીએસએ પખવાડીયા અગાઉ ઝડપેલા કુખ્યાત અશરફ નાગોરીની પુછપરછમાં ખુલાસો થયો છે કે ગુજસીટોકના ગુનામાં નામ ખુલતા તેનો એક સાગરીત દુબઈ ભાગી ગયો છે. એટલું જ નહીં તેનો અન્ય એક સાગરીત રાંદેરનો મો.ઉમર પોઠીયાવાલા બાંગ્લાદેશ ભાગી ગયો હતો. પોલીસે મો.ઉમર સહિત બે ની ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લાલગેટ, ચોકબજાર વિસ્તારમાં ફાયરીંગ, ખંડણી, ગેરકાયદેસર હથિયારોના ગુનામાં ઝડપાયેલા તેમજ અંડરવર્લ્ડ સાથે કથિત કનેક્શન ધરાવતા કુખ્યાત અશરફ નાગોરી અને તેના 12 સાગરીતો વિરુદ્ધ લાલગેટ પોલીસે ગત જાન્યુઆરી માસમાં આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંકુશમાં લેવા GCTOC ( ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ ) મુજબ ગુનો નોંધી ત્રણ સાગરીતની પણ ધરપકડ કરી હતી. જયારે મુખ્ય સૂત્રધાર રામપુરા પસ્તાગીયા શેરીમાં રહેતા મો.અશરફ ઈસ્માઈલ નાગોરીને પખવાડીયા અગાઉ ગુજરાત એટીએસએ ઝડપી પાડી સુરત પોલીસને સોંપતા પોલીસે તેના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી હતી અને બાદમાં તેને જેલ હવાલે કર્યો હતો.

દરમિયાન, ગુજસીટોકના ગુનામાં સુરત પોલીસને પહેલી વખત ગુનો નોંધ્યા બાદ વધુ આરોપીઓની સંડોવણીની વિગતો સાંપડી હતી. પોલીસને અશરફ નાગોરીના વધુ ત્રણ સાગરીતની વિગતો તપાસ દરમિયાન મળી હતી. તેના આધારે પોલીસે રાંદેરના મો.ઉમર મો.આમીન પોઠીયાવાલા અને અમદાવાદ શાહપુરમાં રહેતા મો.અન્સાર અબ્દુલ સત્તાર શેખ ની ધરપકડ કરી છે. તે પૈકી મો.ઉમર ગુજસીટોકના ગુનામાં નામ ખુલતા વાયા કોલકત્તા બાંગ્લાદેશ ભાગી ગયો હતો. જયારે અન્ય એક આરોપી હાલ દુબઈમાં હોવાની કબૂલાત ખુદ અશરફ નાગોરીએ પોલીસ સમક્ષ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલ તેનું નામ જાહેર કરવા માંગતી નથી. વધુ તપાસ એસીપી ( ડી ડિવિઝન ) ડી.જે.ચાવડા કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s