કેચમેન્ટમાં 2.84 ઇંચ વરસાદઃ છલોછલ ઉકાઇ ડેમમાંથી કરોડો લિટર પાણી છોડી દેવાયું



– સતત 78 કલાક 15 દરવાજા ખૂલ્લા રખાયા

– મંગળવારે
બપોરે પાણીનો ઇનફલો ઘટીને
40,000 કયુસેક થતા તમામ દરવાજા બંધ કરાયાઃ ડેમ ફુલ કેપેસીટીથી અડધો ફુટ જ ખાલી

    સુરત

ઉકાઇ
ડેમના કેચમેન્ટમાં બે જ દિવસ સરેરાશ
2.84 ઇંચ વરસાદે સતાધીશોની એવી કસરત કરાવી હતી કે ડેમના દરવાજા એકધારા 78 કલાક સુધી ખુલ્લા રાખીને કરોડો લિટર પાણી તાપી નદીમાં છોડી મુકયા બાદ આજે
બપોરે ચાર વાગ્યે  ઇનફલો ઘટતા તમામ દરવાજા બંધ
કરી દઇને સપાટી ઉપર લઇ જતા હવે ઉકાઇ ડેમ સંર્પૂણ ભરાવવા સામે અડધો ફૂટ જ ખાલી રહ્યો
છે.

ઉકાઇ ડેમના
કેચમેન્ટમાં ગત ઓગસ્ટ મહિનાના એન્ડમાં ગુલાબ વાવાઝોડાની અસરના કારણે ડેમના દરવાજા ખુલ્લા
રાખીને પાણી છોડયા બાદ આ અસર પૂર્ણ થતા પહેલી ઓકટોબરે દરવાજા બંધ કરી દીધા હતા. એક
જ દિવસ મેઘરાજાએ આરામ લીધા બાદ ત્રીજી ઓકટોબરે ફરી વરસાદ શરૃ થતા ડેમ છલોછલ ભરાયો હોવાથી
ફરી પાછા ત્રીજી ઓકટોબરના રોજ સવારે દસ વાગ્યાથી ફરી પાછુ પાણી છોડવાનું આરંભ્યુ હતુ.
તે આજે પાંચમી ઓકટોબરના રોજ બપોરે ચાર વાગ્યે પાણીની આવક ઘટીને ૪૦
,૦૦૦ કયુસેક થતા જ ૭૮ કલાક
સુધી દરવાજામાંથી પાણી છોડયા બાદ બંધ કરી દઇને ત્રણ હાઇડ્રોમાં પાણી છોડી વીજ ઉત્પાદન
સાથે સાથે ખેતીપાક માટે પણ પાણી ચાલુ રાખ્યુ છે.

<

p class=”12News”>ઉકાઇ ડેમના
સતાધીશોના જણાવ્યા મુજબ ગત બે દિવસમાં જ બાવન રેઇનગેજ સ્ટેશનમાં કુલ ૩૬૩૯ મિ.મિ અને
સરેરાશ ૨.૮૪ ઇંચ વરસાદ ખાબકયો હતો. આ વરસાદની સાથે જ ઉકાઇ ડેમ છલોછલ ભરાયો હોવાથી સતાધીશોએ
ચાર દરવાજાથી લઇને ૧૫ દરવાજા એકધારા ૭૮ કલાક ખુલ્લા રાખીને કરોડો લિટર પાણી નદીમાં
છોડયા બાદ સ્થિતિ કાબુમાં લીધી હતી. ઉકાઇ ડેમની સપાટી મોડી સાંજે છ વાગ્યે ૩૪૪.૬૧ ફૂટ
નોંધાઇ હતી. જે ઉકાઇ ડેમ પૂર્ણ ભરાવવા સામે હવે અડધો ફૂટ જ ખાલી રહ્યો છે. સાથે જ ૧૬
,૦૦૦ કયુસેક ઇનફલો-આઉટફલો
નોંધાયો હતો. ઉકાઇ ડેમની ભયજનક સપાટી કહો કે ડેમની સંર્પૂણ સપાટી ૩૪૫ ફૂટ છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s