કિડની વેચો રૂ.4 કરોડ મળશે કહી ઠગાઈ કરતી ટોળકીના સાગરીત આફ્રિકન યુવાનની ધરપકડ

– સ્ટુડન્ડ વિઝા પર બે વર્ષ અગાઉ ભારત આવેલો પોલ કેમરા લોકોને સમજાવી તેમનું બેન્ક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે અપાવી તેમાં જે રકમ જમા થાય તેના પર 10 ટકા કમિશન કમાતો હતો

સુરત, : મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલોની ફેક વેબસાઈટ બનાવી કિડની ખરીદીના બહાને પૈસા પડાવતી ગેંગમાં સામેલ આફ્રિકન યુવાનની સાયબર ક્રાઈમ પોલીસે બેંગ્લોરથી ધરપકડ કરી છે. સ્ટુડન્ડ વિઝા પર બે વર્ષ અગાઉ ભારત આવેલો પોલ કેમરા લોકોને સમજાવી તેમનું બેન્ક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે અપાવી તેમાં જે રકમ જમા થાય તેના પર 10 ટકા કમિશન કમાતો હતો.

સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લોકડાઉનમાં ધંધો નહીં ચાલતા અને તે સમયે જ પોતાના અને બહેનના લગ્નના ખર્ચમાં દેવું થતા કિડની વેચવા ઓનલાઇન સર્ચ કરી બેંગ્લોરની હોસ્પિટલનો સંપર્ક કર્યા બાદ રૂ.4 કરોડ મેળવવાની લાલચમાં સુરતના નાનપુરાના કારદલાલ અરબાઝ સેહબાઝ રાણા પાસે રૂ.14.78 લાખ પડાવનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર આઈવરી કોસ્ટના યુવાન ટોટી ડાગો ગ્રેગોરે ઓગસ્ટીનને સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગત 17 જુલાઈના રોજ ઝડપી લીધો હતો. જાણીતી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલની ફેક વેબસાઈટ બનાવી કિડની ખરીદવાના બહાને લોકોને ફસાવી પૈસા પડાવતી ટોળકીમાં સામેલ વધુ એક ટીકેન્દ્રજીત ધીરેનચંદ્રા બોરોની સાયબર ક્રાઈમ પોલીસે બાદમાં ધરપકડ કરી હતી.ત્યાર બાદ સાયબર ક્રાઈમ પોલીસે ફેક વેબસાઈટ અને ફેક ઇમેઇલ આઈડીનો ઉપયોગ કરનાર ગ્રેગોરી યેરમાંદેહની પણ ધરપકડ કરી હતી.

દરમિયાન, સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ બેંગ્લોરથી પોલ પીટર કેમરા ( ઉ.વ.25, હાલ રહે.187, અનામ એન્ક્લેવ, થાનીલસાન્દ્રા, બેંગ્લોર. મૂળ રહે.બૌસ્સોઉરા, કોનકેરી સ્ટેટ, ગીની, પ.આફ્રિકા ) ને ઝડપી લઈ તેની પાસેથી 10 મોબાઈલ ફોન, 16 સીમકાર્ડ, લેપટોપ, 8 એટીએમ કાર્ડ અને ચેકબુક કબજે કરી હતી. સ્ટુડન્ડ વિઝા પર બે વર્ષ અગાઉ ભારત આવેલો પોલ કેમરા લોકોને સમજાવી તેમનું બેન્ક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે અપાવી તેમાં જે રકમ જમા થાય તેના પર 10 ટકા કમિશન કમાતો હતો. ઉપરાંત, તે ભોગ બનનાર જે પૈસા જમા કરાવે તે એટીએમમાંથી ઉપાડીને ઠગ ટોળકીને પહોંચાડતો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s