સુરત: યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં સોફ્ટવેર કંપની GIPLની ગંભીર ભૂલો છતાં સતાધીશો નોટિસ આપતા ડરી રહ્યા છે

સુરત,તા.5 ઓક્ટોબર 2021,મંગળવાર

ત્રણ મહિનાથી નર્મદ યુનિવર્સિટીમાં ગોકળગાયે ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકામાં GIPLની ભૂલો છે. છતા યુનિવર્સિટી ના સતાધીશો નોટિસ આપતા પણ ડરી રહ્યા છે. નર્મદ યુનિવર્સિટીમાં હજુ સુધી પ્રવેશના ઠેકાણા પડ્યા નથી. અને દિવાળી નજીક આવી રહી છે ત્યારે સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કુલપતિને ફરિયાદ કરી છે કે આપણી યુનિવર્સિટીની પ્રવેશ પ્રકિયા ચાલી રહી છે. જે માટે કરોડો રૂપિયાનો જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે GIPL નીં ગંભીર ભૂલો સામે આવી છે. અને તેનો ભોગ વિધાર્થીઓ કોઈપણ સંજોગોમાં બનવા જોઈએ નહિ. 

GIPLની મુખ્ય ભૂલો 

(1) P.G. પ્રવેશ પ્રક્રિયામાં GIPL કંપનીની ટેકનીકલ ખામીના કારણે અન્ય કોલેજોમાં કે જયાં વિદ્યાર્થીઓએ તે કોલેજનું નામ ફોર્મ ભરતી વખતે નાંખ્યુ ન હોય તેવી કોલેજોમાં પ્રવેશ ફાળવી દેવામાં આવેલ છે અને આ અંગે પુરાવા સાથે ઈ.ચા. કુલસચિવશ્રીને ફરીયાદ કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવયા નથી.

(2) U.G. & P.G. પ્રવેશ પ્રક્રિયામાં ઘણાબધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે રૂા.150 તેમજ પ્રવેશ કન્ફર્મ કરાવતી વખતે રૂ।.1000 ભરાઈ ગયા હોય અને વિદ્યાર્થીના ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોવા છતા પણ પૈસા ભર્યા ન હોવાના કે યુનિવર્સિટીને મળ્યા ન હોવાના કારણે ફોર્મ રદ કરી દેવામાં આવ્યા અથવા તો પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા તેઓને ફરીથી પ્રવેશ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવતો નથી. 

(3) સ્પોર્ટસ કવોટામાં ઘણા બધા નેશનલ કે સ્ટેટ લેવલના ખેલાડીઓને SMS કે ફોન કરવામાં આવ્યા નથી અને માત્ર આગળના દિવસે ઈમેઈલ કરી જાણ કરવામાં આવી છે.

(4) PG માં ફોર્મ ભરતી વખતે જે કોલેજની પસંદગી જ નથી કરવામાં આવી તેવી કોલેજમા સોફટવેર પ્રવેશ ફાળવી દે છે તથા ગુજરાતમાં એકમાત્ર આપણી જ યુનિવર્સિટી છે કે જેમાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના બેંકખાતામાંથી પૈસા કપાઈ ગયા બાદ યુનિવર્સિટીના બેંક ખાતામાં જમા ન થવાને કારણે ફોર્મ રદ કરવામાં આવે છે. સોફવેર અને ટેકનોલોજી પાછળ લાખો રૂપીયા પોતાની માનીતી કંપનીને વગર ટેન્ડરે કામ આપવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ વંચિત રાખવામાં આવે છે. આજ GIPL કંપનીને વગર ટેન્ડરે કરોડો રૂપીયાનું કામ આપ્યા પછી પણ અનેકવાર યોગ્ય રીતે કામ ન કરેલ હોવા છતાં યુનિવર્સિટી દ્વારા આજદીન સુધી કોઈ નોટીસ કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી જેનો ભોગ આજે નિર્દોષ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. આથી આવી કંપની સામે કાર્યવાહી કરો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s