સુરતમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં વૃદ્ધ સહિત બેનાં મોત

સુરત:

<

p class=”12News”>નવી
સિવિલથી મળેલી વિગત મુજબ મુળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને હાલમાં ઉધના
વિસ્તારમાં પ્રભુનગર રહેતા ૫૬ વર્ષીય યશવંતભાઈ ક્રિષ્નાભાઈ  પાનપાટીલ રવિવારે સાંજે ઉધના ખાતે સિક્યુરીટી
ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી પગ પાળા નોકરી પર જવા નીકળ્યા હતા. તે સમયે ઉધના
દક્ષેશ્વર મંદિર થી ઉધના ત્રણ રસ્તા પાસે યામાહાના શોરૃમ  નજીક રોડ ક્રોસ કરતા હતા તે વખતે  ટેમ્પાચાલકે 
અડફટે લેતા નવી સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત
નિપજ્યું હતું.આ અંગે ઉધના પોલીસે તપાસ આદરી છે. 
બીજા બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનગરના વતની અને હાલમાં અમરોલીમાં
અંજની ઇન્ડસ્ટ્રીયલમાં લુમ્સખાતામાં રહેતા અને ત્યાં કામ કરતા ૬૦ વર્ષીય શિવકરણ
મંગલીપ્રસાદ નિશાદ ગત તા. ૧લીએ સાંજે બાઈક પર જતા હતા તે  વખતે અમરોલીના અંજની નહેર પાસે રોડ પર બાઇક
સ્લીપ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગત રાતે તેમનું
મોત નિપજ્યું હતુ.ં  આ અંગે અમરોલી પોલીસે
તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s