સુરતમાં માત્ર પાસના કારણે આપ આવી હોવાનું સાબિત થયું


– સુરત વિપક્ષનું સેટીંગ ડોટ કોમના કારણે અન્ય જગ્યાએ આપને જાકારો

– સુરત પાલિકાનો વિપક્ષ વિરોધના બદલે માત્ર સોશ્યલ મિડિયા પુરતો જ વિરોધ કરે છે તે લોકોમાં જાહેર થતાં જાકારાની ચર્ચા

સુરત,તા.5 ઓકટોબર 2021,મંગળવાર

સુરત મ્યુનિ.ની ચુંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી  સફળતાં લોકોના આર્શિવાદ નહીં પરંતુ પાસ દ્વારા કરવામા આવેલો કોંગ્રેસનો વિરોધ એક માત્ર કારણ હોવાનું ગાંધીનગર અને અન્ય ચુંટણી બાદ ચર્ચાઈ રહ્યું છે. સુરત મ્યુનિ.માં વિપક્ષ તરીકે આપ હોવા છતાં વિરોધ કરવાના બદલે ભાજપ સાથે સેટીંગ ડોટ કોમ પણ ખુલ્લુ પડી જતાં લોકો આપથી દુર જઈ રહ્યાં છે અને અન્ય જગ્યાએ આપે કોઈ ખાસ દેખાવ કર્યો નથી. ગાંધીનગરની ચુંટણી પહેલાં પાલિકા કબ્જે કરવા માટે આપે મોટા દાવા કર્યા હતા પરંતુ પરિણામ બાદ આ દાવા પોકળ સાબિત થયાં છે. ગાંધીનગર અને અન્ય જગ્યાએ આપની હાર પાછળ સુરત મ્યુનિ.માં વિપક્ષશ્ર તરીકે નિષ્ફળ રહ્યાં તેનું કારણ હોવાનું રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે.

સુરત મ્યુનિ.ની ચુંટણીમાં પહેલી વાર ચુંટણી લડતાં આમ આદમી પાર્ટીને એક બે નહીં પરંતુ 27 બેઠક આપને મળી હતી. આ પરિણામ બાદ આપે દાવો કર્યો હતો કે સુરતની પ્રજાએ અમને પસંદ કર્યા છે પરંતુ હકીકત એ હતી કે કોંગ્રેસ અને પાસ વચ્ચે થયેલા ડખાના કારણે પાસે કોંગ્રેસનો વિરોધ કર્યો અને આપને 27 બેઠક મળી તે એક માત્ર કારણ હતું.

સુરત મ્યુનિ.મામં 27 બેઠક મળી અને પાલિકામાં વિપક્ષનું સ્થાન આપને મળ્યું પરંતુ આપે નક્કર વિરોધ કરવાના બદલે માત્ર સોશ્યલ મિડિાય પર જ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. એનક મુદ્દે વિપક્ષ આપે ભાજપ સાથે પાછલા બારણે સેટીંગ કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. સુરતમાં વિપક્ષ આપનો ચહેરો શિક્ષણ સમિતિની ચુંટણીમાં ખુલ્લો પડી ગયો હતો જેમાં આપના કોર્પોરેટરોએ ક્રોસ વોટીગ કરીને પોતાના જ ઉમેદવારને હરાવ્યા હતા. આ ઉપરાંત પે એન્ડ પાર્કની ફાળવણી, ખુલ્લા પ્લોટની ફાળવણી, તુટેલા રસ્તા અંગે સામન્ય સભામાં કોઈ વિરોધ  કરવામાં આવ્યો ન હતો.   સુરતમાં આપના માત્ર સોશ્યલ મિડિયામાં જ વિરોધ અને ભાજપ સાથે સેટીંગ ડોટ કોમ અપનાવ્યા હોવાના કારણે રાજકારણમાં આપને ભાજપની બી ટીમ કહેવામાં આવી રહી છે. 

સુરતમાં આમ આદમી પાર્ટીને વિપક્ષની તક લોકોએ આપી હોવા છતાં પણ વિપક્ષની ભુમિકામાં આપ નિષ્ફળ નીવડી છે. સુરતમાં આપ નિષ્ફળ રહી છે તે વાત ગુજરાતમાં રાજકારણમાં ફેલાઈ ગઈ હોવાના કારણે ગાંધીનગર સહિત અન્ય જગ્યાએ આપનો દેખાવ સૌથી નબળો રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s