પીપલોદના સુમન આવાસમાં હંગામો: ત્રણ વર્ષની દીકરીનો કબજો લેવા માતાનું પતિના ઘરમાં હલ્લાબોલ

– માનસિક બીમારીની સારવાર માટે પિયર રાજકોટ રહે છેઃ કોર્ટે સર્ચ વોરંટની અરજી નકારતા ભાઇ અને જીજા સાથે ઘરનો દરવાજો તોડી નાંખ્યો

સુરત
પીપલોદના સુમન સરિતા આવાસમાં રહેતા જમીન દલાલના ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશી 3 વર્ષની પુત્રીને જબરજસ્તી લઇ જનાર પત્ની, સાળા અને સાઢુભાઇ તથા તેના પુત્ર વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
પીપલોદના સુમન સરિતા આવાસમાં રહેતા જમીન દલાલ રાજીવ રામચંદ્ર ખત્રી (ઉ.વ. 46) ની ગેરહાજરીમાં તેની પત્ની રીટા ઉર્ફે સુરભી, સાઢુ ભાઇ વાસુ લુંઢ અને તેનો પુત્ર વિક્કી વાસુ લુંઢ ઘરે ઘસી આવ્યા હતા. રાજીવની માતા જયશ્રીબેને પ્રવેશ નહીં આવતા દરવાજો તોડી અંદર ઘુસી જઇ વાસુ અને વિક્કીએ જયશ્રીબેન (ઉ.વ.72) ને માર માર્યો હતો. જયારે રીટા પુત્રી વૈનવીને લઇને ભાગી ગઇ હતી. આ અંગેની જાણ થતા રાજીવ તુરંત જ ઘરે દોડી આવ્યો હતો. માતાએ રાજીવને જણાવ્યું હતું કે તેની પત્ની, સાઢુભાઇ અને તેનો પુત્ર વૈનવીને જબરજસ્તી લઇ ગયા છે. જેથી રાજીવે કોમ્પ્લેક્ષના વોચમેનની પુછપરછ કરતા કાર તેનો સાળો યોગેશ હંકારીને આવ્યો હતો જયારે તેની પત્ની બુરખો પહેરીને આવી હતી. રાજીવે કડોદરા અને ભાટીયા ટોલનાકા પર તપાસ કરવાની સાથે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આર્થરાઇઝ અને માનસિક બિમાર રહેતી રીટા સારવાર માટે પિયર રાજકોટ રહેવા ગઇ હતી અને ત્યાર બાદ પુત્રીનો કબ્જો મેળવવા કોર્ટમાં સર્ચ વોરંટ માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે અરજી નકારી કાઢી હતી. જેથી પુત્રીનો કબ્જો મેળવવા ઘરમાં ઘુસી માતાને માર મારવા બદલ રાજીવે પત્ની સહિત ચાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s