નવેમ્બરમાં એકમો બંધ રાખવા અને જોબચાર્જમાં 20% વધારાની સભ્યોની માંગ


-રો-મટીરીયલ
અને કોલસાના ભાવમાં વધારાથી એકમોની હાલત કફોડી બનીઃ આજે પ્રોસેસર્સ એસો.ની આજે
મહત્વની બેઠક

         સુરત,

રા-મટીરીયલ
અને કોલસાના ભાવમાં અસહ્ય ભાવ વધારા પછી ઇન્ડસ્ટ્રીઝ ટકી શકે તેમ નહીં હોવાથી
, નવેમ્બર મહિનામાં
પ્રોસેસિંગ એકમો બંધ રાખવાની માંગ ઉઠી છે
, તો સાથોસાથ
જોબચાર્જના ભાવમાં
20 ટકાનો વધારો જરૃરી છે, એવો ગણગણાટ પણ જોર પકડી રહ્યો છે.

શહેરની
હદ બહાર આવેલાં ડાઇગ પ્રોસેસિંગ એકમોના સંચાલકો હાલની સંકટના પ્રશ્રને ચર્ચા કરવા
માટે મળ્યાં હતાં. જેમાં સૌનો એક મત હતો કે
,
ભાવ વધારાએ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને બરબાદ કરી દીધો છે. સમગ્ર મહિના
દરમિયાન શ્રે પ્રયત્નો કરવા અને મહેનત કરવા છતાં પણ મહિનાના આખરે સૌએ નુકસાન જ
કર્યું છે
, એમ સૂત્રોએ કહ્યું હતું. કામકાજ જાળવવા
જોબચાર્જમાં વધારો કરાયો  હતો પણ
25-30 પૈસાનો વધારો કલર-કેમિકલના ભાવવધારાને સરભર કરી શકે તેમ નથી. કારણ કે,
કોલસાના ભાવ લગભગ ત્રણ ગણાં થઈ ગયાં છે. તેથી જોબચાર્જમાં હાલના દર
પ્રમાણે ઓછામાં ઓછા
20 ટકાનો વધારો હોવો જોઈએ.

નુકસાનીમાંથી
બચવા તથા ઉદ્યોગને ટકાવવા માટે ચોક્કસ પગલારૃપે પલસાણા ઇકો ટેકસટાઇલ પાર્કના
સભ્યોએ સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસો.ને તા.
1 થી 30 નવેમ્બર
દરમિયાન એક મહિના માટે શહેરના તમામ સીઇટીપી (કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)
બંધ રહે તેવી વિનંતી પત્ર લખીને કરી છે. ઇન્ડસ્ટ્રીઝને લાંબા સમય માટે ટકાવવી હોય
તો સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં એક મહિના માટેનું વેકેશન જાહેર કરવામાં આવે. આનાથી
ઉદ્યોગકારોમાં ખિસ્સા ઉપરનો બોજ ઓછો થશે. પલસાણાના એકમોએ એક મહિના માટે બંધ
રાખવાનો નિર્ણય લીધો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s