હીરા બજાર, ટેક્સટાઇલ એકમોમાં ગેરકાયદે વપરાતાં મોબાઇલ સિગ્નલ બુસ્ટર જપ્ત

-નેટવર્ક
સમસ્યા, કોલડ્રોપ માટે કારણભૂતઃ મહિધરપુરા, વરાછા, કતારગામ, લસકાણા, ઉધના, બમરોલી રોડ
પર 20થી વધુ બુસ્ટર જપ્ત કરાયા

 સુરત,      

ગેરકાયદે ઉપયોગમાં લેવાતાં 20
થી વધુ મોબાઈલ સિગ્નલ બુસ્ટર હીરા બજાર અને ટેકસટાઇલ એકમોમાંથી જપ્ત કરવામાં આવ્યાં
છે. વાયરલેસ મોનીટરીંગ સ્ટેશન અમદાવાદની એક ટીમે છેલ્લાં ચાર દિવસ દરમિયાન સુરતમાં
ચેકિંગ હાથ ધર્યું હતું.

વાયરલેસ મોનિટરિંગ સ્ટેશન અમદાવાદની
ટીમે સુરત શહેરના લસ્કાણા, મહિધરપુરા, વરાછા, કતારગામ, બમરોલીરોડ, ઉધના વિસ્તારના વિવિધ
વિસ્તારોમાંથી 20 થી વધુ ગેરકાયદેસર મોબાઇલ સિગ્નલ બૂસ્ટર દૂર કર્યા છે. ટીમે તપાસ
બાદ બુસ્ટર વપરાશકારોને કાયદા મુજબ નોટિસો આપી છે, એમ વાયરલેસ ઓફિસર ધર્મેશ સોદાગરે
કહ્યું હતું. મોબાઈલ સિગ્નલ બુસ્ટર સંપૂર્ણપણે ગેરકાયદે છે અને તેનો વપરાશ ટેલિકોમ
એકટ હેઠળ થઈ શકતો નથી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ (ડિઓટી) કહી રહ્યું છે કે વાયરલેસ સાધનો
માટે વેચનારને ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ 1933 ની જોગવાઈઓ હેઠળ ડીલર પોઝેશન લાયસન્સ
(ડીપીએલ) મેળવવું જરૃરી છે.

બુસ્ટર મુખ્ય પુરવઠામાંથી ગેરકાયદે
વિજળી અથવા પાણી પુરવઠા જોડાણ જેવું કામ કરે છે. મોબાઇલ ફોનમાં અવારનવાર નેટવર્ક નહિ
મળવાની કે કોલડ્રોપની જે સમસ્યા થાય છે, તેની પાછળનું મુખ્ય કારણ જ મોબાઈલ સિગ્નલ બુસ્ટર
છે.આ બુસ્ટરને કારણે જ બે કિલોમીટર વિસ્તારમાં નેટવર્કમાં બાધા ઊભી થાય છે. વારંવાર
કોલડ્રોપ થતો હોય અને નેટવર્ક નથી મળતું હોય તો ગ્રાહકોએ જેતે કંપનીઓને ફરિયાદ કરવી
જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું. સુરતમાં ચેકિંગ દરમિયાન વાયરલેસ ઓફિસર રોહિત ગોડીવાલ
અને અમિત તિવારી ટીમમાં સાથે હતાં.

ચાઈનીઝ બુસ્ટર ગેરકાયદેસર
રીતે મોબાઇલ કે ટેલિકોમ પાર્ટસના નામે ઘૂસાડવામાં આવે છે

 સિંગલ પીસ્ટન ગેરકાયદેસર વપરાશ સામે ડિપાર્ટમેન્ટ
ઓફ ટેલિકમ્યુનિકેશને કડક હાથે ઝુંબેશ શરૃ કરી છે. પરંતુ ચાઇનાથી આ બુસ્ટર મોબાઇલ કે
ટેલિકોમ પાર્ટસના નામે ઘૂસાડવામાં કરવામાં આવે છે. આવા બસ્ટર બજારમાં વેચી શકાતાં નથી.
પરંતુ વિક્રેતાઓ રૃા3 થી 30 હજારમાં આવા બુસ્ટર વેચે છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s