વોરંટી પીરીયડમાં ખામીયુક્ત સર્જરી મશીન બદલી આપવા ઉત્પાદક કંપનીને હુકમસુરત

ધર્માદા હોસ્પિટ   લમાં પથરી-પેશાબની સર્જરી માટે સહાયક રેનોસ્કોપ વોરંટી પીરીયડ હોવા છતા રિપેર કરી અપાયું નહોતું

અડાજણની
ધાર્મિક સંસ્થા સંચાલિત હોસ્પિટલમાં પથરી-પેશાબની સર્જરી માટે સહાયક રેન સ્કોપ
મશીનની ઉત્પાદકીય ખામીને પગલે વોરંટી પીરીયડમાં બદલી આપવા અથવા વાર્ષિક 7 ટકાના
વ્યાજ સહિત મશીનની ખરીદ કિંમત રૃ.1.84 લાખ ચૂકવવા મુંબઇની કંપનીને સુરત જિલ્લા
ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એમ.એચ.ચૌધરી તથા સભ્ય પુર્વીબેન જોશીએ હુકમ
કર્યો છે.

અડાજણ
વિસ્તારમાં આવેલી ધાર્મિક સંસ્થા સંચાલિત હોસ્પિટલે મુંબઈની ચીમકો બાયો મેડીકલ
એન્જિનિયરીંગ કંપની પાસેથી સપ્ટેમ્બર-2014 માં બે વર્ષના વોરંટી પીરીયડ  સાથે પથરી-પેશાબની સર્જરી માટે સહાયક એવી રેનો
સ્કોપ મશીન રૃ.1.84 લાખના ખર્ચે ખરીદ્યું હતુ. પણ વોરંટી પીરીયડમાં વારંવાર બંધ થઇ
જતા અને સ્પષ્ટ વિઝન નહી આપતા કંપનીના માણસો ઓગસ્ટ-2016માં રીપેર કરવા લઇ ગયા બાદ
વોરંટી પીરીયડમાં રીપેર થઇ શકે તેમ નથી કહી મશીન પરત કર્યું હતું. જેથી કંપની તથા
તેના ભાગીદાર મહેશ અજમેરા વિરુધ્ધ હોસ્પિટલ દ્વારા શ્રેયસ દેસાઇ મારફત ગ્રાહક
કોર્ટમાં ફરિયાદ કરી ખામીયુક્ત મશીન રીપ્લેસ કરવા અથવા વ્યાજસહિત મશીનની કિંમત પરત
અપાવવા માંગ કરી હતી. સુનાવણીમાં કંપનીએ જણાવ્યું કે
, હોસ્પિટલ કોમર્શિલ
હેતુ માટે મશીનનો ઉપયોગ કરતી હોઈ ગ્રાહક ન ગણાય. તદુપરાંત વોરંટી પીરીયડ બાદ મશીન
રીપેરીંગની કંપનીની જવાબદારી રહેતી નથી. જેના વિરોધમાં હોસ્પિટલ તરફે જણાવાયું
હતું કે હોસ્પિટલ કોમર્શિયલ નહીં પરંતુ ધાર્મિક હેતુ માટે હોઈ ગ્રાહક જ ગણાય. 24 માસના વોરંટી પીરીયડ પૈકી 22 માસમાં બગડી ગયું તે માટે ંકપની જવાબદાર છે. કોર્ટે
મશીન રીપ્લેશમેન્ટ અથવા મશીનની કિંમત પરત આપવા સાથે હાલાકી બદલ રૃા.5 હજાર ખર્ચ પણ
ફરિયાદીની ચૂકવી આપવા હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s