મ્યુનિ.માં સફાઇકામ કરતી વેડરોડની મહિલાનો ટેન્શનમાં આપઘાત

પતિના
મોત બાદ બીજા લગ્ન કર્યા પણ અણબનાવ થતા અલગ થઇ હતીઃ પાંડેસરામાં યુવાને કાપડ
યુનિટમાં ફાંસો ખાધો

સુરત :

ચોકબજારમાં
શુક્રવારે મહિલાએ  ટેન્શનમાં આવીને  ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ હતુ. બીજા
બનાવમાં ઉતરપ્રદેશથી રોજી રોટી માટે આવેલા યુવાને 
પાંડેસરામાં કાપડ યુનિટમાં ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો.

નવી
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ચોકબજારના વેડ રોડ પર રહેતી ૩૫
વર્ષીય કિર્તીબેન વીરાસ શુક્રવારે રાતે ઘરે ઝરી દવા પી જતા સારવાર માટે સ્મીમેર
હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં ટુંકી સારવાર દરમિયાન  તે મોતને ભેટી હતી. પોલીસ સુત્રો કહ્યુ કે
કિર્તીબેનના પ્રથમ પતિના મોત બાદ બીજા લગ્ન કર્યા હતા. પણ તેની સાથે અણબનાવ બનતા
તેનાથી અલગ થઇ હતી. બાદમા તે કિશન નામક યુવક સાથે રહેતી હતી. જોકે માર્ગ
અકસ્માતમાં કિશનનું અવસાન થયુ હતુ. આવા સંજોગોમાં તે સતત ટેન્શનમાં રહેતી હોવાથી આ
પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તે પાલિકામાં સફાઇ કામ કરતી હતી.

<

p class=”12News”>ચોકબજાર
પોલીસે તપાસ હાથ ઘરી છે. બીજા બનાવમાં મુળ ઉતરપ્રદેશના વતની અને હાલમાં
પાંડેસરામાં કાપડ યુનિટમાં રહેતો અને ત્યાં કામ કરતો ૨૫ વર્ષીય વિવિક શિવદાસ ચમાર
આઠ થી દશ દિવસ પહેલા રોજી રોટી માટે સુરત આવ્યો હતો. તે ફોન પર લાંબી વાતો કરતો
હતો. આજે સવારે યુનિટમાં છતના એંગલ સાથે પ્લાસ્ટીકની પટ્ટી બાંધી ગળે ફાંસો ખાઇ
આત્મ હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s