ઝઘડામાં ઠપકો આપવા ગયેલા બે યુવાન પર ચપ્પુથી હુમલો, એકનું મોત


– સચીન સાંઈનાથ સુડા સેક્ટરમાં

– હત્યા કરી ફરાર થયા બાદ ઝડપાયેલા પરપ્રાંતીય યુવાને પાડોશી મહિલાને માર મારતા તેનો દિયર અને દેરાણીનો ભાઈ ઠપકો આપવા ગયા હતા

સુરત, : સુરતના સચીન સાંઈનાથ સુડા સેક્ટરમાં શુક્રવારે રાત્રે ઝઘડામાં ઠપકો આપવા ગયેલા બે યુવાન પર પરપ્રાંતીય યુવાને ચપ્પુ વડે હુમલો કરતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. સચીન પોલીસે હત્યા કર્યા બાદ ફરાર થયેલા પરપ્રાંતીય યુવાનની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશની વતની અને સુરતમાં સચીન સાંઈનાથ સુડા સેક્ટર 3 બિલ્ડીંગ નં.6,7 રૂમ નં.66 માં ભાડેથી રહેતા નઝરૂદ્દિન અચ્છે શેખ અબ્બાસીની પત્ની શબનમ બેગમ પાસે ગતસાંજે 7.30 વાગ્યે રૂમ નં.28 માં રહેતા રમેશ છેદીલાલ રાયની 10 વર્ષીય પુત્રી પ્રિયાંશી તેના ભાઈ સાથે આવી હતી અને કહ્યું હતું કે મારા ઘરે મામા રાકેશ રમેશ કુશવાહ ( રહે.મન્દ્રોલી, શીવાન, બિહાર ) આવ્યા છે, મને મોબાઈલ ફોન આપીને અમને રૂમની બહાર કાઢી મૂક્યા છે. આથી શબનમ બેગમે તેમને પપ્પાને વાત કરવા કહ્યું હતું.આથી રાજકુમારીના ઘરે અવારનવાર આવતો રાકેશ શુંબનમ બેગમ પાસે આવ્યો હતો અને પ્રિયાંશીને તેના પપ્પાને વાત કરવાનું કેમ કહ્યું તેવું પૂછી પેટમાં લાત મારી બે તમાચા માર્યા હતા.

રાત્રે 8.45 કલાકે શબનમ બેગમના ઘરે રોજ સવાર-સાંજ જમવા આવતો તેમનો દિયર મૈસરઅલી ( ઉ.વ.17 ) અને દેરાણી રસીદા જલાલુદ્દીનનો ભાઇ દિલબહાર ( ઉ.વ.20 ) આવતા શબનમ બેગમે તેમને વાત કરતા બંને નીચે ઉભેલા રાકેશને ઝઘડા અંગે ઠપકો આપવા ગયા તો રાકેશે બંને ઉપર ચપ્પુ વડે હુમલો કરી દિલબહારને છાતી,કમર અને પીઠના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા જયારે મૈસરઅલીને પણ છાતી,પેટના ઉપરના ભાગે તેમજ ડાબા હાથે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતા દિલબહાર ઢળી પડયો હતો. હુમલો કરી રાકેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે દિલબહારને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા દોડી ગયેલી સચીન પોલીસે હત્યાનો ગુનો નોંધી બાદમાં રાકેશની ધરપકડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s