સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કારમી હારને પગલે: કોગ્રેંસ કાર્યાલયમાં તોડફોડ કરીને મારી નાંખવાની ધમકીના બનાવમાં 4ની ધરપકડ


– અરજીના આધારે 7 મહિના બાદ પોલીસે ગુનો નોંધ્યોઃ વોર્ડ નં. 21 ના મહિલા ઉમેદવાર સહિત ચાર જણાએ અપશબ્દો કહી ધમકી આપી હતી

સુરત
સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ બેઠકો પર હારી જતા નાનપુરા-મક્કાઇ પુલ સ્થિત શહેર કોગ્રેંસ કાર્યાલય ખાતે ઘસી જઇ શહેર કોગ્રેંસ પ્રમુખ અને ગુજરાત કોગ્રેસ કોર કમિટીના સભ્યોને અપશબ્દો ઉચ્ચારી મારી નાંખવાની ધમકી આપવાના પ્રકરણમાં મહિલા ઉમેદવારના પતિ સહિત ચારની પોલીસે ધરપકડ કરી છે.
સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનની ગત 21 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોગ્રેંસ દ્વારા તમામ 120 સીટ ઉપર ઉમેદવારી કરી હતી. 23 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું જેમાં કોગ્રેંસની કારમી હાર થઇ હતી. જેને પગલે વોર્ડ નં. 21 (સોનીફળીયા-નાનપુરા-અઠવા-પીપલોદ) બેઠક પરથી ચૂંટણી લડનાર રેણુકા લશ્કરીનો પતિ સુરેન્દ્ર નગીન લશ્કરી (રહે. માછીવાડ, નાનપુરા), ધર્મેશ ઉર્ફે વીક્કી ભીખુભાઇ મીસ્ત્રી (રહે. નારાયણ એપાર્ટમેન્ટ, નગર શેઠની પોળ, સોની ફળીયા), સલીમ યાકુબ ઘડીયાળી (રહે. કાદર શેરી, સગરામપુર) અને મનિષ ઇશ્વરકાંત ઝા (રહે. મહાદેવનગર-2, ડીંડોલી) નાનપુરા-મક્કાઇ પુલ સ્થિત રંગ ઉપવનની સામે આવેલા કોગ્રેંસ કાર્યલય ખાતે ઘસી આવ્યા હતા. આ તમામે સુરત શહેર કોગ્રેંસ પ્રમુખ બાબુ રાયકા, ગુજરાત પ્રદેશ કોગ્રેંસ કોર કમિટીના મેમ્બર કદીરભાઇ પીરઝાદા અને તુષાર ચૌધરીને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. ઉપરાંત બાબુ રાયકાના ફોટા ઉપર પગ મુકી નુકશાન કર્યુ હતું. ઉપરાંત આ ત્રણેય જો હાથમાં આવી જશે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. જેને પગલે કોગ્રેંસ પ્રવકતા કિરણ કાંતીભાઇ રાયકાએ અઠવાલાઇન્સ પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે નોંધાયેલા ગુના અંતર્ગત પીએસઆઇ એન.એ. પટેલે ચારેયની ધરપકડ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s