રૃા.2.75 કરોડની ઠગાઇમાં 10 વર્ષથી વોન્ટેડ મોદી બંધુ કોર્ટના શરણેઃ 9 દિવસના રિમાન્ડસુરત


 નાનપુરાના શિવશક્તિ કરિયાણાના નામે ધંધો કરતાં અશોક, સંજય મોદી 45 લોકોના નાણાં ઓળવી ફરાર થઇ ગયા હતા  બાંધકામ  સ્કીમ અને નાણાં ડબલ કરવાની સ્કીમના નામે લોકોને  ચૂનો માર્યો હતો

14 વર્ષ પહેલાં પાલ-ભાઠામાં શિવશક્તિ શારદા રેસીડેન્સીના બાંધકામ પ્રોજેકટમાં નાણાં
રોકાણના નામે નિવૃત્ત શિક્ષિકા સહિત 45 લોકો પાસેથી અંદાજે 2.75 કરોડથી વધુ  રકમ મેળવી ગુનાઈત ઠગાઈના કારસો રચનાર દશ વર્ષથી
વોન્ટેડ એવા આરોપી મોદી બંધુઓએ ગઈકાલે સુરતના ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ
અમિતકુમાર દવેની કોર્ટમાં શરણા ગતિ સ્વીકારી હતી.જેથી સુરત ક્રાઈમ બ્રાંચે
આરોપીઓની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરતાં કોર્ટે આરોપીઓને 9 દિવસના
રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

આનંદમહેલ
રોડ સ્થિત ગેઈલ ટાવર સામે સ્વીટ હોમ સોસાયટીમાં રહેતા ફરિયાદી નિવૃત્ત શિક્ષિકા
વિદ્યાબેન પરમાનંદ ખંભાતાએ તા.30-1-2011ના રોજ નાનપુરામાં શિવશક્તિ કરિયાણાના નામે
દુકાન ચલાવતા આરોપી સંજય વસંતલાલ મોદી તથા તેના ભાઈ અશોક મોદી (રે.અઠ્ઠુગર મહોલ્લો
,નાનપુરા) પાલ-ભાઠામાં
બાંધકામ પ્રોજેકટમાં રોકાણના નામે 23.70 લાખ મેળવી ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતનો કારસો
રચવા અંગે સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી
સંજય મોદી તથા તેના ભાઈ અશોક મોદીએ ફરિયાદી ઉપરાંત 45થી વધુ મધ્યમવર્ગના તથા
નિવૃત્ત લોકોને લોભામણી બાંધકામ સ્કીમ તથા નાણાં ડબલ કરવાની સ્કીમના નામે અંદાજે 2.75 કરોડથી વધુ રકમ મેળવીને ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો.આ કેસમાં સુરત
ક્રાઈમબ્રાંચે આરોપી સુરેશ ભગુ વાળા
,અનુરાધા ઉર્ફે પુજા અશોક મોદી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી
જાન્યુ-2013માં આરોપીઓ વિરુધ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતુ.

અલબત્ત
આ કેસમાં છેલ્લાં દશેક વર્ષથી વોન્ટેડ અને ફરાર જાહેર થયેલા આરોપી અશોક તથા સંજય
વસંતલાલ મોદીએ ગઈકાલે સુરતની સીજીએમ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી.જેથી સુરત
ક્રાઈમ બ્રાંચના વોન્ટેડ આરોપી મોદી બંધુઓને 24 કલાકની પોલીસ કસ્ટડીમાં સોપ્યા બાદ
આજે બંને આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા.

 સુરતથી ફરાર થઇ સંજય અને અશોક વસંતલાલ મોદી
મુંબઇ અને ત્યારબાદ હરીદ્વારમાં અગરબત્તી-ચ્હાનો ધંધો કર્યો

રીમાન્ડ અરજીની સુનાવણી દરમિયાન એપીપી સુનિલ પટેલે જણાવ્યું
હતું કે આરોપીઓએ 38 જેટલા ભોગ બનનાર સાક્ષીઓ પાસેથી પ્રોજેક્ટમાં રોકાણના નામે 2.75 કરોડ મેળવી ફરાર થઈ ગયા હોઈ ગુનાના કામે નાણાં કબજે કરવાના છે. આરોપીઓ એ આ
નાણાંનો ઉપયોગ
,રોકાણ ક્યાં કર્યા તેની વિગતો મેળવવાની
છે.આરોપીઓ ગુના બાદ અઢી વર્ષ મુંબઈ અને ત્યારબાદ હરીદ્વાર અગરબત્તી ચા વેચવાનો
ધંધો કરતા હોવાની કબુલાત કરી હોઈ ખરાઈ કરવાની છે. આરોપીઓએ ભાઠાના પ્રોજેક્ટની જમીન
સહ આરોપી ગોવિંદ પટેલ તથા સુરેશ વાળાએ બળજબરીથી લખાણ કરી પચાવી પાડી હોવાનું
જણાવ્યું હોઈ તેની તપાસ કરવાની છે.

<

p class=”MsoNormal” style=”margin-bottom:.0001pt;line-height:12.1pt;”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s