રૃા.2 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ


સુરત

આર્થિક વ્યવહારને અસર કરતાં દસ્તાવેજી પુરાવાને કોઈપણ પક્ષકારે હળવાશથી લેવો જોઈએ નહીં

આજથી 10 વર્ષ પહેલાં હાથ ઉછીના આપેલા રૃ.2 લાખના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં
આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હિરેન માલીએ દોષી ઠેરવી એક વર્ષની
કેદ
,ફરિયાદીને અપીલનો સમય વીતે તે દરમિયાન વળતર પેટે ચુકવવા હુકમ કર્યો
છે.વળતર ન ચુકવે તો વધુ ત્રણ મહીનાની કેદ ભોગવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

ફરીયાદી
રીનમકુમાર અનિલકાંત શાહ તથા આરોપી પિયુષ ભગુ મિસ્ત્રી(રે.પટેલ ફળીયું
, ગુણાસવેલ તા.મહુવા)ને
વર્ષોથી મિત્રતાના સંબંધ હતા.જે સંબંધના નાતે ફેબુ્રઆરી-2011 દરમિયાન ફરિયાદીને
ધંધાકીય હેતુ માટે રૃ.2 લાખના જરૃર પડતાં ફરિયાદી પાસેથી હાથ ઉછીના લીધા હતા.જેથી
લેણાં નાણાંની ચુકવણી પેટે આરોપી પિયુષ મિસ્ત્રીએ મે-2011માં ફરિયાદીને લેણી રકમના
ચેક લખી આપ્યા હતા. જે રીટર્ન થતા ફરિયાદીએ પાવરદાર વિક્કી બિચવેએ એડવોકેટ મિનેશ
ધનસુખભાઈ ઝવેરી તથા સુનિલ અઠ્ઠુ મારફતે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આજે કેસની
અંતિમ સુનાવણી બાદ નકારાયેલા ચેક કાયદેસર લેણા હોવાનું ફરિયાદપક્ષે પુરવાર કરતા
કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજાનો હુકમ કર્યો હતો. ચેક એ બેંક
,લખનાર અને ધારણ કરનાર માટે આર્થિક વ્યવહારનું એક સાધન છે.જે દસ્તાવેજી
પુરાવાને કોઈ પક્ષકારે હળવાશથી ન લેવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s